નેશનલ

અનંતનાગના હુમલામાં આ દેશની ‘નાપાક’ હરકતનો ખુલાસો

નવી દિલ્હી/શ્રી નગરઃ કાશ્મીરના અનંતનાગ અને રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની આર્મીની અથડામણમાં પાકિસ્તાનનો હાથ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના અહેવાલ અનુસાર છેલ્લા પાંચ દિવસથી ક્રોસ બોર્ડર કોલ ઈન્ટરસેપ્ટથી જાણવા મળ્યું છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદીઓ એકસાથે હુમલો કરવાની યોજના બનાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જી-ટવેન્ટીમાં ભારતને મળેલી અભૂતપૂર્વ સફળતાને કારણે પાકિસ્તાનમાં ઈર્ષા વધી ગઈ હતી, જ્યારે તેને કારણે પાકિસ્તાને આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી. પાકિસ્તાની આર્મીએ જી-ટવેન્ટી પછી આતંકવાદી હુમલાની યોજના બનાવી હોવાનો દાવો કર્યો છે. જી-ટવેન્ટીમાં મળેલી સફળતા પછી કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે.

કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં બુધવારે આતંકવાદીઓએ આર્મીના જવાનો સાથે અથડામણ કરી હતી, જેમાં ગઈકાલે સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ અને જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ શહીદ થયા હતાં. બીજી બાજુ એન્કાઉન્ટમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. એ જ રીતે રાજૌરીમાં એલઈટીના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી ગભરાટમાં આતંકવાદીઓને સરહદ પારથી હુમલા માટે મોકલવામાં આવી રહ્યા છે, એમ સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું.

તાજેતરમાં જ પાકિસ્તાની સેના પર ત્રણ મોટા હુમલા થયા છે. તાલિબાનોએ ચિત્રાલમાં પાકિસ્તાની આર્મી કેમ્પ પર હુમલો કરી કબજો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું હતું. પાકિસ્તાની સેનાને કેટલી હદે નકારી કાઢવામાં આવી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તાલિબાનને આ હુમલાની ગંધ પણ આવી નહોતી. બીજો હુમલો વઝીરિસ્તાનમાં થયો હતો. અહીં TTPના આતંકવાદીઓએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે, જ્યારે તોરખામ બોર્ડર પર તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે ત્રીજી અથડામણ ચાલી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button