NEET પેપર લીકમાં Gujarat કનેક્શનને લઈને સામે આવ્યો મોટો ખુલાસો
અમદાવાદ : દેશભરમાં નીટ (NEET)પેપર લીકને લઈને શરુ થયેલી ચર્ચા વચ્ચે ગુજરાત(Gujarat)કનેકશનને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ પંચમહાલ પોલીસે ગુજરાતમાંથી આ પેપર લીક થયું હોવાની વાતનો ઇનકાર કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે ગોધરામાંથી પેપર લીક થયાની વાતો માત્ર અફવા છે. આથી અફવા પર ધ્યાન ન આપવાનો પોલીસે અનુરોધ કર્યો છે.
કુલ 5 આરોપીની ધરપકડ
જો કે કોર્ટમાં આજે નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે અગાઉ આરોપી પુરુષોત્તમ શર્માની જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. જેની જામીન અરજીનો પોલીસે અદાલતમાં વિરોધ કર્યો હતો. તેની પરીક્ષામાં સુપ્રીટેન્ડન્ટની ભૂમિકા હતી. આ સમગ્ર મામલામાં પોલીસે અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો…
NEET આરોપીની તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે લિંક, બિહારના ડેપ્યુટી સીએમનો આક્ષેપ
રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ
ઉલ્લેખનીય છે કે, મેડિકલમાં એડમિશન માટે લેવામાં આવતી પરીક્ષા NEETપરીક્ષા દેશનો સળગતો મુદ્દો બની ગયો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સમાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTAએ તાજેતરમાં યોજાયેલી UGC-NETપરીક્ષા રદ કરી છે.
આ બધા હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુરુવારે NEET પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.