મોતિહારીઃ એક સદી પહેલા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાજિક સમાનતા અને એકતાનું વિઝન આજે પણ આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનવા તરફની દેશની પ્રગતિ માટે એકદમ સુસંગત છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરૂવારે ભારપૂર્વક જણાવ્યું હતું.
મુર્મુએ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહમાં તેમના સંબોધનમાં આ ટીપ્પણી કરી હતી. રાષ્ટ્રપતિએ તેમના ૧૫ મિનિટથી પણ ઓછા ભાષણનો નોંધપાત્ર ભાગ ચંપારણ સત્યાગ્રહને સમર્પિત કર્યો હતો. તેઓએ ભાષણમાં કહ્યું કે, ચંપારણ સત્યાગ્રહ દરમિયાન લોકોએ જાતિના અવરોધો ખાસ કરીને ખોરાક સંદર્ભે છોડી દીધા હતા. તેઓ સાથે રાંધતા અને સાથે જમતા હતા. આ સામાજિક સમાનતા અને એકતા, જે ગાંધીજીએ ૧૦૬ વર્ષ પહેલા શરૂ કરી હતી, જેણે શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યને ઝૂકવા માટે મજબૂર કર્યું હતું. રાષ્ટ્રપતિએ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અન્ય લોકોની હાજરીમાં આ વાત કરી હતી.
મુર્મુ અનુસૂચિત જનજાતિમાંથી ટોચના બંધારણીય પદ માટે ચૂંટાયેલા પ્રથમ વ્યક્તિ છે. તેમણે એમ પણ કહ્યું કે ગાંધીજી જનજાતિ પર કેન્દ્રિત શૈક્ષણિક કાર્યને પ્રોત્સાહિત કરતા હતા. તેણીએ એમ પણ કહ્યું કે મને એ જાણીને આનંદ થાય છે કે આ યુનિવર્સિટીના વિવિધ પ્રવાહોમાં અવ્વલ ક્રમે વિદ્યાર્થીનીઓનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે. જ્યારે યુવતીઓ આત્મવિશ્વાસ સાથે અભ્યાસમાં ઉત્કૃષ્ટ જોવા મળે છે ત્યારે મને દેશનું ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. ગાંધીજી પણ કન્યા કેળવણીના મોટા હિમાયતી હતા.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો