નેશનલ

સગા ભાઇને 8 વાર ટ્રેક્ટર નીચે કચડનાર શખ્સે કબૂલ્યો ગુનો, કહ્યું મોટી ભૂલ થઇ..

રાજસ્થાન: ભરતપુરમાં 8 વાર ટ્રેક્ટરથી પોતાના ભાઇને કચડીને મારી નાખનાર દામોદરસિંહ ગુર્જરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેનું કહેવું છે કે તેણે ઇરાદાપૂર્વક તેના ભાઇને માર્યો નથી. તેનાથી ભૂલ થઇ ગઇ છે. ઝઘડો કર્યા બાદ જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું ટ્રેક્ટર ત્યાં જ ઉભુ હતું. એ પછી તેણે ટ્રેક્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે મોટોભાઇ નિરપત સિંહ ક્યારે ટ્રેક્ટર નીચે આવી ગયો તેનું તેને ભાન જ ન રહ્યું તેમ તેણે પોલીસને જણાવ્યું છે.

વિરોધી પક્ષ બહાદુરસિંહ ગુર્જરનું કહેવું છે કે તેમને આ હત્યાકાંડ સાથે કોઇ લેવા-દેવા નથી. તેમને ફસાવવા માટે દામોદરે પોતાના ભાઇની હત્યા કરી છે. બહાદુરસિંહે જણાવ્યું હતું કે 23 ઓક્ટોબરની સવારે અતરસિંહ ગુર્જરનો પરિવાર તેમના ઘરે આવી પહોંચ્યો હતો અને બંને પરિવારો વચ્ચે લડાઇ-ઝઘડો થયો લડાઇ બાદ અતરસિંહના પરિવારજનો ત્યાંથી નીકળી ગયા હતા. ઘટનાનો જે વીડિયો વાઇરલ થયો છે તેમાં બહાદુરસિંહના પરિવારમાંથી કોઇ ત્યાં હાજર નથી, આમ વીડિયોમાં જ સ્પષ્ટ થઇ જાય છે કે બહાદુરસિંહની આ હત્યા પાછળ કોઇ ભૂમિકા નથી. આ મામલે પોલીસે કુલ 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસ દામોદરની પૂછપરછ કરી રહી છે.

બુધવારે રાજસ્થાનના ભરતપુર પાસે આવેલા બયાનામાં ચકચાર મચાવતી એક ઘટના બની હતી જેમાં એક વ્યક્તિને ખેતરમાં ટ્રેક્ટર નીચે આઠવાર કચડીને મારી નાખવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ તરત હરકતમાં આવી હતી અને આરોપી દામોદરની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં ગામના 2 પરિવારો વચ્ચેનો જમીન વિવાદ સામે આવ્યો હતો જેમાં બંને પરિવારના સભ્યો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. દામોદરે ગુનો કબુલી તો લીધો હતો પરંતુ તેણે ભૂલથી તેના ભાઇને મારી નાખ્યાનું સતત રટણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button