આજે યમ પધારશે યમુના ઘરે, જાણો શું છે ભાઈ બીજનું મહત્વ...
નેશનલ

આજે યમ પધારશે યમુના ઘરે, જાણો શું છે ભાઈ બીજનું મહત્વ…

ભારતભરમાં દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થઈ ભાઈબીજ સુધી ચાલે છે. ત્યારે આજે આ તહેવારનો છેલ્લો દિવસ છે. જેના ભાઈબીજ તરીકે ઉજવાઈ છે. આજના દિવસે ભાઈ બહેનના ઘરે જમવા માટે જાઈ છે. જ્યોતિષીના જણાવ્યા મુજબ, આ પર્વ કાર્તિક શુક્લ બીજના દિવસે રાત્રે 8:16થી શરૂ થઈને અગલી રાત્રે 10:46 સુધી ચાલશે. ભાઈ-બહેન વચ્ચેના અટલ પ્રેમ અને વિશ્વાસનંસ પ્રતીક બનેલો આ તહેવાર દેશભરમાં ભારે ઉત્સાહથી ઉજવાશે, જે દિવાળીની ખુશીને વધુ મધુર બનાવે છે.

ભાઈબીજની શરૂઆત ભગવાન કૃષ્ણ અને સુભદ્રાની કથાથી થાય છે. નરકાસુર વધ પછી કૃષ્ણ જ્યારે સુભદ્રાના ઘરે પહોંચ્યા, ત્યારે તેમણે ભાઈની આરતી ઉતારી-તિલક કરીને સ્વાગત કર્યું હતું. આથી આ રીત ચાલુ થઈ. લોકપ્રિય દંતકથાઓ અનુસાર, યમરાજ એકવાર તેમની બહેન યમુનાને મળવા પૃથ્વી પર આવ્યા હતા.

તે દિવસ કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાનો બીજો દિવસ હતો. પોતાના ભાઈને જોઈને, યમુનાએ તેમને ભોજન કરાવ્યું અને તિલકથી સન્માનિત કર્યા. પોતાની બહેનના પ્રેમને જોઈને, યમરાજે વરદાન આપ્યું કે જે કોઈ પણ આ દિવસે યમુનામાં સ્નાન કરશે અને યમરાજની પૂજા કરશે તેને મૃત્યુ પછી યમલોકના ત્રાસ સહન કરશે નહીં.

ત્યારથી, યમુના નદીમાં સ્નાન કરીને કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાના બીજા દિવસે યમરાજની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે યમરાજને પ્રસન્ન કરવાથી, ભક્તની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

દક્ષિણ ભારતમાં આ તહેવાર યમ દ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસે તેઓ ભગવાન ચિત્રગુપ્તની કલમ-દાવત પૂજા પણ કરે છે. બહેનો ભાઈને તિલક લગાવીને આરતી કરે છે, ભોજન કરાવે છે, અને બહેન ભાઈના દીર્ઘાયુની અને સફળતાની કામના કરે છે.

આ પર્વ રક્ષાબંધન પછીનો સૌથી મહત્વનો તહેવાર છે, જે ભાઈ-બહેનના સ્નેહને નવી ઊંડાઈ આપે છે. દરેક વર્ષે કાર્તિકના શુક્લ પક્ષના બીજે આવતું આ તહેવાર પરિવારોમાં એકતાની ભાવના જગાડે છે. આ વખતે પણ લોકો આ પ્રેમાળ પરંપરાને નિભાવીને ખુશીઓ વહેંચશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button