ચંદ્રની સપાટી પર ઉતરતાં જ લેન્ડરે કર્યું સૌથી પહેલાં આ કામ… ઈસરોએ આપી માહિતી…
નવી દિલ્હીઃ ચંદ્રયાન-થ્રીના વિક્રમ લેન્ડરે 23મી ઓગસ્ટ, 2023ના ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતનું નામ ઈતિહાસમાં અમર કરી દીધું હતું. વિક્રમે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવાની સાથે સાથે જ સપાટી પર રહેલી 2 ટનથી વધુ ધૂળ અને ખડકોના ટૂકડાને ખસેડ્યા હતા. જેવું વિક્રમે નજીક આવીને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું એટલે તેણે પોતાના છેલ્લાં સ્ટેજના થ્રસ્ટર્સને એક્ટિવ કર્યા હતા, જેને કારણએ ચંદ્રની સપાટી પર જમા થયેલી ધૂળ દૂર થઈ ગઈ હતી. આ ઘટનાને વૈજ્ઞાનિકો ઈજેક્ટા હેલો તરીકે ઓળખાવી રહ્યા છે.
ઈસરોએ શુક્રવારે એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન-થ્રીના લેન્ડર મોડ્યુલે ચંદ્રની સપાટી પર રહેલી 2.6 ટન વસ્તુ અને ધૂળને ખસેડી હતી. જે લેન્ડિંગ સાઈટની આસપાસમાં 108 વર્ગ મીટરના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી.
ચંદ્ર પર ઘટેલી આ ઘટનાને સમજવા માટે વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 ઓર્બિટરમાં લગાવવામાં આવેલા ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરા (OHRC)ની મદદ લીધી હતી. તેણે વિક્રમના લેન્ડ થવા પહેલાં અને લેન્ડ થયા બાદ મળેલી હાઈ રિઝોલ્યુશવ પેનક્રોમેટિક ઈમેજરીનો અભ્યાસ કર્યો હતો અને એને કારણએ ઈજેક્ટા હેલોની માહિતી મળી, જે લેન્ડરની ચારે બાજુ એક અનિયમીત ચમકદાર પેચના રૂપમાં જોવા મળ્યું હતું. ધરતીના વાતાવરણમાં આ પ્રકારની ઘટના ખૂબ જ સામાન્ય વાતચ છે, પરંતુ વિક્રમની મદદથી ભારતને ચંદ્રની સપાટી અંગેની મહત્ત્વની માહિતી મળી હતી.
આ પ્રકારની ઘટનાઓ ચંદ્રની સપાટી પર રહેલી વસ્તુઓ વિશેની માહિતી આપે છે. આ ઉપરાંત ચંદ્રની સપાટીના અનુસંધાનને વધુ સારી રીતેથી સમજવા માટેના નવા નવા રસ્તાઓ ખોલે છે. આ માહિતી જર્નલ ઓફ ધ ઈન્ડિયન સોસાયટી ઓફ રિમોટ સેન્સિંગમાં પ્રકાશિત કરવામાં આવી હતી.