Google Chromeને લઈને Indian Governmentએ ઉચ્ચારી આવી ચેતવણી…
તમે પણ Google Chrome User’s છો? તો આ સમાચાર તમારા માટે જ છે. મોબાઈલ ફોન હોય કે લેપટોપ હોય કે પછી ડેસ્કટોપ હોય… રોજબરોજના અનેક કામ માટે આપણે સર્ચ એન્જિન Google Chrome પર આધાર રાખીએ છીએ અને જો તમે Google Chromeનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે સતર્ક થવાની જરૂર છે, કારણ કે ગૂગલ ક્રોમ ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે. સરકાર દ્વારા Google Chromeને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવો જોઈએ શું છે આખો મામલો અને યુઝર્સે શું કરવું જોઈએ…
મળી રહેલી માહિતી પ્રમાણે 66 ટકા સર્ચ માર્કેટ પર Google Chromeનો કબજો છે અને એને કારણે બધા જ મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર યુઝર્સે આ માહિતી ખાસ જાણી લેવા જેવી છે. Google Chromeએ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. Google Chromeના ઉપયોગને કારણે તમારી મહત્ત્વની અને સંવેદનશીલ માહિતીની તફડંચી થઈ શકે છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર Google Chromeમાં અનેક ખામીઓ છે અને એને કારણે ભારત સરકારની ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારત સરકારની સિક્યોરિટી એજન્સી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે Google Chromeને રિમોટથી કન્ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય મેલશિયસ કોડ પણ નાખવામાં આવ્યો છે. આ પદ્ધતિથી યુઝર્સની સેન્સેટિવ ઈન્ફોર્મેશન ડેટા ચોરાઈ રહ્યો છે. CERT-In દ્વારા સિક્યોરિટી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને જેમાં વેબ પેજ પર સાઈબર એટેક થઈ શકે છે.
દરમિયાન સાઈબર ક્રાઈમના સતત વધી રહેલાં પ્રમાણને જોઈને ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. કોઈ પણ લિંગ પર ક્લિક કરતાં પહેલાં અને ઓટીપી શેર કરતી વખતે સામેવાળી વ્યક્તિ ઓળખીતી છે કે એની ખાતરી કરી લેવી જોઈ. સાઈબર ક્રિમિનલ્સ ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી રહ્યા છે. આવો જોઈએ એડવાઈઝરીમાં યુઝર્સને શું શું તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું છે-
યુઝર્સે ઈન્ટરનેટન પર બ્રાઉઝિંગ કરતી વખતે સતર્ક રહેવું જોઈએ
જો તમે કોઈ અજાણી વેબસાઈટ પર જાવ છો તો ત્યારે વિશેસ સાવધાની રાખો
યુઝર્સે કોઈ પણ થર્ડ પાર્ટી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ
જરૂર ન હોય એવા ઈમેલ કે મેસેજનો રિપ્લાય આપવાનું ટાળો અને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ઓનલાઈન વાત કરવાનું ટાળો
સૌથી મહત્ત્વનું એટલે તમારા Google Chromeને સમયસર અપડેટ કરતાં રહો…