G20 સમિટનો ઐતિહાસિક નિર્ણય, આ આઠ દેશ મળીને બનાવશે દુનિયાનો સૌથી મોટો રેલ કોરિડોર…

નવી દિલ્હી: G20 સમિટની બેઠકમાં ઐતિહહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત, યુએઇ, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઇટલી, જર્મની અને યુએસએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. આ દેશોએ એક મોટી ઇન્ફ્રા ડીલ માટે સંમતિ પણ આપી દીધી છે. કુલ 8 દેશો મળીને આ રેલ કોરિડોર બનાવશે.
આ નિર્ણય પર બોલતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે એક ઐતિહાસિક કરાર થયો છે, અમે વિકસિત ભારતનો મજબૂત પાયો નાખી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે આ રેલ કોરિડોરને મજબૂત કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસના આધાર તરીકે રાખીને નક્કી કરવામાં આવ્યું છે. આ કોરિડોર દ્વારા દેશો વચ્ચેની કનેક્ટિવિટી પરસ્પર વિશ્વાસ વધારશે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ સાઉથ દેશોમાં ઈન્ફ્રા સ્ટ્રક્ચર પર કામ થઈ રહ્યું છે. અત્યારે ભારતમાં કનેક્ટિવિટી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ અંતર્ગત ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર શરૂ કરવામાં આવશે. આ કોરિડોર દ્વારા વિશ્વને ભવિષ્યમાં એક દૂરંદેશી યોજનાના કારણે ઘણા લાભ મળશે.
આ કોરિડોરના નિર્ણય પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે અમે હિંદ મહાસાગરથી અંગોલા સુધી નવી રેલ લાઇનમાં રોકાણ કરવાનો નિર્ણય કરી રહ્યા છીએ. આ નિર્ણય એક રીતે નોકરીઓનું સર્જન કરશે. જો બાઇડેને ખાસ એ શબ્દો પર ભાર મૂક્યો હતો કે આ એક ગેમ ચેન્જિંગ ઈન્વેસ્ટમેન્ટ છે. તે વિશ્વ ઈતિહાસને એક નવો વળાંક આપશે. કુલ 8 દેશો મળીને આ કોરિડોર બનાવશે. આ નિર્ણય પર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે અમે પહેલના એકીકરણની આશા રાખીએ છીએ.
ભારત, યુએઇ, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને યુએસને કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સહકાર આપી એક ઐતિહાસિક નિર્ણયને વધાવી લીધો હતો આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત માટે ઈંધણ, ઉર્જા, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં અન્ય દેશો સાથેના સંબંધોને ગાઢ બનાવવાનો છે.