ટોપ ન્યૂઝનેશનલ

Sandeshkhali કેસમાં હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી: રાજ્ય આરોપીને સમર્થન આપી શકે નહીં

કોલકાતા: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના પ્રદર્શન અંગે કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે મંગળવારે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના વગદાર નેતા શેખ શાહજહાં, આમ ભાગતાના ફરી શકે આને રાજ્ય સરકાર તેમને સમર્થન ના આપી શકે.

સંદેશખાલીની મુલાકાત લેવાની પરવાનગી માટે બીજેપી નેતા સુવેન્દુ અધિકારીની અરજીની સુનાવણી કરતા, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગનમે કહ્યું કે કોર્ટે ટાપુ પરની મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આરોપોની નોંધ લીધી છે. અમે ફરિયાદો જોઈ છે, વિસ્તારની મહિલાઓએ ગંભીર મુદ્દા ઉઠાવ્યા છે, કેટલીક જમીન પર અતિક્રમણ થયું છે. આ વ્યક્તિ (શેખ શાહજહાં) આમ ભાગી ન શકે… રાજ્ય તેને સમર્થન આપી શકે નહીં.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, શેખ શાહજહાંને આત્મસમર્પણ કરવું પડશે. તે કાયદાની અવગણના કરી શકે નહીં.

હાઈકોર્ટે કહ્યું, જો કોઈ વ્યક્તિ ખંડણી માટે આખા પ્રદેશના લોકોને બંધક બનાવી શકે છે, તો શાસક સરકારે તેને ટેકો આપવો જોઈએ નહીં. તે જનતાનો પ્રતિનિધિ છે. તે જનતાનું ભલું કરવા માટે બંધાયેલો છે.

ન્યાયાધીશે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે શેખ શાહજહાંએ લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. તે કથિત ગુનો કર્યા પછી ફરાર છે, અમને ખબર નથી કે તેને સુરક્ષા આપવામાં આવી રહી કે નહીં. આનો અર્થ એ છે કે રાજ્ય પોલીસ તેને પકડી શકતી નથી, અથવા તે તેમના અધિકારક્ષેત્રની બહાર છે.

પ્રદેશના નિષેધાત્મક આદેશો લાદવાના રાજ્ય સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા કોર્ટે રાજ્ય સરકારના વકીલને કહ્યું, “તમે માત્ર એક તંગ પરિસ્થિતિ સર્જી રહ્યા છો. તમે બિનજરૂરી રીતે સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યા છો. લોકોને બોલવા દો…”

ભ્રષ્ટાચારના કેસમાં સંદેશખાલી નજીક શેખના ઘરે દરોડો પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર ટોળાએ હુમલો કર્યા બાદ શેખ શાહજહાં એક મહિનાથી ફરાર છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, સ્થાનિક રહેવાસીઓએ વરિષ્ઠ તૃણમૂલ નેતા અને તેના સહયોગીઓ પર જમીન પચાવી પાડવા અને છેડતીનો આરોપ લગાવવાનું શરૂ કર્યું છે. ભાજપે સત્તાધારી પક્ષના નેતાઓ પર સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો છે. શાહજહાંના સહયોગી ઉત્તમ સરકાર અને શિબુ હજારા સહિત કુલ 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો