પ્રેમિકા સાથે જ થતા હતા લગ્ન છતાં વરરાજા ભાગી ગયો, વાંચો યુપીની ચોંકાવનારી ઘટના

સીતાપુર, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ બનતી હોય છે. ફરી એક ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉત્તર પ્રદેશના લહરપુર કોતવાળી ક્ષેત્રમાં આવેલા સીતાપુરમાં વરરાજા જાન લઈને ના આવતા હોબાળો મચી ગયો હતો. જાણવા એવું મળ્યું કે, લગ્ન થાય તે પહેલા જ વરરાજા ભાગી ગયો હતો. મહત્વની વાત એ છે કે, જેની સાથે તેના લગ્ન થવાના હતા તેની સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ બાબતે પંચાયત બેઠી અને બન્નેના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેના લગ્ન તેની પ્રેમિકા સાથે જ થઈ રહ્યાં હતા છતાં યુવક લગ્ન પહેલા ભાગી ગયો હોવાથી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
લગ્ન થયા તે પહેલા જ વરરાજા ફરાર થઈ ગયો
વિગતે વાત કરવામાં આવે તો, પંચાયત દ્વારા બંનેના લગ્ન કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. લગ્નની બધી વ્યવસ્થા કરી લીધી હતી, હવે માત્ર જાનની રાહ જોવાઈ રહી હતી. પરંતુ વરરાજા જાન લઈને આવ્યો જ નહીં! જાન ના આવતા છોકરી અને પરિવારની બધી ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. આખરે શા માટે અમન જાન લઈને નહોતો હતો તે એક પ્રશ્ન છે.
ખોટા વચનો આપી ઘણી વખત શરીર સંબંધો બાધ્યાનો આરોપ
પીડિતાના પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિતાના પિતાએ વરરાજા પર પ્રેમ સંબંધ દરમિયાન તેમની પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો હતો. અરજી મળ્યા બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. થાથેરી ટોલાના રહેવાસી હમીદની પુત્રીના લગ્ન તે જ જ વિસ્તારમાં રહેતા અમન સાથે થવાના હતા. અમન અને હમીદની પુત્રી છેલ્લા બે વર્ષથી પ્રેમમાં હતા. અમન હમીદની પુત્રીને લગ્નના ખોટા વચનો આપીને ઘણી વખત શારીરિક સંબંધો બાંધતો હતો. જ્યારે તેને તેની સાથે લગ્ન કરવાનું કહેવામાં આવ્યું ત્યારે અમાને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. અમનની સાથે તેના પરિવારના સભ્યોએ પણ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. જેથી હવે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
15મી જુલાઈએ લગ્ન કરવા એવું નક્કી કરવામાં આવેલું
આ સમગ્ર મામલે જ્યારે 27મી જૂને પંચાયત બોલાવવામાં આવી ત્યારે બંને પરિવારોએ લગ્ન માટે મંજૂરી આપી અને 15મી જુલાઈએ લગ્ન કરવા એવું નક્કી કરવામાં આવ્યું હતું. 15 તારીરે યુવતીનો પરિવાર અને તેના સંબંધીઓ જાનની રાહ જોઈને બેઠા હતાં. પરંતુ પછી જાણવા મળ્યું કે, અમન ભાગી ગયો છે. જેથી યુવતીને પિતાએ લહરપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને ફરિયાદ નોંધાવી છે.