નેશનલ

પાટનગરમાં પ્રદૂષણ ઘટાડવા સરકારે આઈઆઈટીને મોકલ્યો આ પ્રસ્તાવ

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં બગડતી હવાના કારણે આઈઆઈટી કાનપુરે આ સમસ્યાનો સામનો કરવા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે. IIT-કાનપુર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે સંભવિત ઉકેલ માટે કૃત્રિમ વરસાદની વાત કરી હતી જેમાં સંસ્થાએ કહ્યું હતું કે ક્લાઉડ સિડિંગ કરીને કૃત્રિમ વરસાદ કરવાથી હવામાંથી ધૂળ અને ધૂળના રજકણો સાફ થઇ જશે.

IIT કાનપુર કૃત્રિમ વરસાદ કેવી રીતે પાડવો તેના પર છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહ્યું છે અને જુલાઈમાં સફળ પરીક્ષણ હાથ ધર્યું હતું. સંશોધકોએ ક્લાઉડ સીડિંગ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સહિત સરકારી અધિકારીઓ પાસેથી પરવાનગી પણ મેળવી છે.

જો કે કૃત્રિમ વરસાદ પાડવા માટે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ હોવી જરૂરી છે, જેમાં વાતાવરણમાં ભેજ અને યોગ્ય પવન સાથે વાદળો બનવા પણ જરૂરી છે. ક્લાઉડ સીડિંગ કરીને કૃત્રિમ વરસાદ શિયાળાના શરૂઆતના મહિનાઓમાં થશે કે નહિ તે પણ એક પ્રશ્ર્ન છે. કૃત્રિમ વરસાદ માટે ઘણા મંત્રાલયો પાસેથી પરવાનગી પણ લેવાની હોય છે એટલે જ્યાં સુધી પરવાનગી ના મળે ત્યાં સુધી આગળ કંઇ જ કાર્યવાહી થઇ શકે નહિ.

IIT કાનપુર કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ કે જેમણે પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે કૃત્રિમ વરસાદ નેશનલ કેપિટલ રિજન (NCR)ના રહેવાસીઓને એક અઠવાડિયા સુધી ખરાબ હવાથી કામચલાઉ રાહત આપી શકે છે. અને દિલ્હી સરકારે કૃત્રિમ વરસાદ માટે તેમનો સંપર્ક કર્યો છે અને આ માટે પ્રસ્તાવ પણ મોકલ્યો છે. એકવાર MOU પર હસ્તાક્ષર થયા પછી, જરૂરી પરવાનગીઓની પણ જરૂર પડશે. તેની ટેક્નોલોજી માટે સૌથી મહત્વની બાબત વાદળો છે, જેના ફક્ત ભેજવાળા વાતાવણથી જ સંભવ છે અને તેના માટે હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો