નેશનલ

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કરી હતી આ ચોરી, ભર્યો આટલો દંડ

બેગલુરુ: બેસકોમ(Bangalore Electricity Supply Company Limited -બેંગલોર ઈલેક્ટ્રિસીટી સપ્લાય કંપની સિમિટેડ)ને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એડી કુમારસ્વામી પર દિવાળીના પર તેમના નિવાસસ્થાને રોશની કરવા માટે સ્ટ્રીટ લેમ્પના પોલમાંથી કરેલા વીજળીના ગેરકાયદે જોડાણ બદલ રૂ. 68,526નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ પૂર્વ મુખ્ય પ્રધાન અને જનતા દળના રાજ્ય એકમ પ્રમુખ એચડી કુમારસ્વામીએ ચૂકવી હતી. કુમારસ્વામીએ દંડની રકમ ઓનલાઈન ચૂકવી હતી. જો કે પ્રમુખે દંડની રકમની ગણતરી કરવાની રીતનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે કુમારસ્વામી સામે નોંધાયેલી FIRમાં ખામીઓ છે. ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પુત્ર કુમારસ્વામીએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી કોંગ્રેસ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ તેમને રાજકીય રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
કુમારસ્વામીએ કહ્યું હતું કે બેસકોમે 2.5 કિલોવોટની ગણતરી કરી છે. તો તે પ્રમાણે દર 7 દિવસે 71 યુનિટ થાય એટલે કે રૂ. 2,526. બિલ આવવું જોઈએ. પરંતુ રૂ. 68,526નું બિલ આપ્યું. જે ફક્ત ખોટી રીતે હેરાન કરવાની બાબત છે.
કુમારસ્વામીએ વિજિલન્સ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે પોતાના કર્મચારીઓ દ્વારા નિયુક્ત કરાયેલા ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવ્યા હતા તેમણે કહ્યું હતું કે આ સ્ટ્રીટ લાઇટ પરથી લીધેલા જોડાણ અંગે મને પણ કંઇ જાણ નહોતી પરંતુ જાણ થતાં જ તાત્કાલિક કર્મચારીઓને ઈલેક્ટ્રીક થાંભલા પરથી વાયરો કાપવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે પોતાના બચાવમાં કહ્યું હતું કે દિવાળી નિમિત્તે ઘરને સજાવવામાં આવી રહ્યું હતું ત્યારે તે ઘરે ન હતા. તે સમયે તેઓ રામનગર જિલ્લામાં હતા અને ઇલેક્ટ્રિશિયને તેમની જાણ વગર આ કામ કર્યું છે.
નોંધનીય છે કે 14 નવેમ્બરના રોજ કોંગ્રેસે પૂર્વ મુખ્ય પ્રધાન અને જનતા દળના રાજ્ય પ્રમુખ કુમારસ્વામી પર દિવાળી દરમિયાન ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિકલ વાયરને જોડીને જેપી નગર સ્થિત તેમના નિવાસસ્થાનની ડેકોરેટિવ લાઇટ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. અને તેયાર બાદ શાસક પક્ષ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું હતું કે તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button