નેશનલ

ફ્લાઈટ સાડાસાત કલાક મોડી પડી, પ્રવાસીઓએ દિલ્હી એરપોર્ટ પર કર્યો હંગામો

હવાઈ સેવા લેવાનો મુખ્ય ઉદ્દેશ સમય બચાવવા કે જે તે સ્થળે સમય પર પહોંચવાનો હોય છે. કોઈ બીમારીને લીધે, કોઈ ઓફિસના કામને લીધે, કોઈ ફંકશન માટે જ્યાં પણ જતું હોય પ્લેનમાં એટલા માટે જાય કે તેમનો મુસાફરીનો સમય બચે અને તેઓ પોતાના કામ સમયસરક કરી શકે, પણ જો ફ્લાઈટ જ મોડી થાય અને તે પણ અડધી કે એક કલાક નહીં ત્યારે મુસાફરોનો ગુસ્સો ફાટી ન નીકળે તો બીજું શું થાય. હાલમાં આવું દિલ્હીના એરપોર્ટ ખાતે જોવા મળ્યું હતું.

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ઘણા મુસાફરો એરપોર્ટ પર જ હંગામો મચાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર મુસાફરોની પટના જતી ફ્લાઈટ હતી તે ફ્લાઈટ સાડા સાત કલાક મોડી પડી હતી, જેના કારણે લોકો ગુસ્સે થઈ ગયા હતા અને ભારે હોબાળો થયો હતો.

હવે સ્પાઈસ જેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ઘણા મુસાફરો એરપોર્ટ પર જ હંગામો મચાવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુસાફરોની પટના જતી ફ્લાઈટ હતી. તે સવારની ફ્લાઈટ સાડા સાત કલાક મોડી પડી હતી, જેના કારણે લોકો ગુસ્સે થઈ ગયા હતા અને ભારે હોબાળો થયો હતો.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણા મુસાફરો સ્પાઈસ જેટના સ્ટાફને સવાલ-જવાબ પૂછી રહ્યા છે. તેમના મેનેજરને બોલાવવાનું કહે છે. એક મહિલા સતત બૂમો પાડી રહી છે, પોતે મેનેજર સાથે વાત કરવાનું કહી રહી છે.

આ અંગે સ્પાઈસ જેટના સૂત્રોએ એરપોર્ટ પર અન્ય વિમાનો હોવાથી અને હવામાન પ્રતિકૂળ હોવાતી મોડુ થયાનો ખુલાસો મીડિયા સમક્ષ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો એક મુસાફરે શેર કર્યો છે.

થોડા દિવસો પહેલા કપિલ શર્મા સાથે પણ કંઈક આવું જ થયું હતું. તેમની સાથે ઘણા અન્ય મુસાફરો પણ કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. પછી કોમેડિયને X પર લખ્યું હતું, ડિયર ઈન્ડિગો… પહેલા તમે અમને લગભગ 50 મિનિટ સુધી બસમાં રાહ જોવડાવ્યા અને હવે તમારી ટીમ કહી રહી છે કે પાઈલટ ટ્રાફિકમાં ફસાઈ ગયો છે. ખરેખર? અમે રાત્રે 8 વાગ્યે ઉપડવાનું હતું અને તે 9.20 છે. પાયલોટ હજુ કોકપીટમાં પ્રવેશ્યો નથી. શું તમને લાગે છે કે ઈન્ડિગો દ્વારા ફરી 180 મુસાફરો મુસાફરી કરશે? ક્યારેય નહીં, તેમ કહી નારાજગી વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા