ઐસી દિવાનગી દેખી નહીં કહી…. યુવાન રાજનેતા પર ફિદા થઇ ફર્સ્ટ ટાઇમ વોટર, કહી દીધું કે….
આપણે ફિલ્મસ્ટારોના કે ક્રિકેટરોના દિવાના થતા લોકોને જોયા છે, પણ રાજનીતિમાં કોઇ નેતા પર ફિદા થવાની વાત ખાસ સાંભળી નથી, તેથી જ જ્યારે કોઇ વ્યક્તિ કોઇ રાજનેતા પર ફિદા થઇ એને જ વોટ આપવાની વાત કરે તો નવાઇ લાગે. પણ આવો જ એક કિસ્સો જાણવા મળ્યો છે. લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના ભવિષ્ય દાવ પર લાગ્યા છે. તેમાંથી એક ચિરાગ પાસવાનનું નામ છે.
તેઓ તેમના પિતાની સીટ હાજીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં આજે મતદાન થઇ રહ્યું છે. દરમિયાન એક યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે તે પહેલી વાર વોટ કરી રહી છે અને તેનો મત ચિરાગ પાસવાનને જ આપશે. તેણે જે કારણ આપ્યું છે, એ જાણીને તમારું મોં પણ આશ્ચર્યથી ખુલ્લુ રહી જશે.
વાયરલ વીડિયોમાં યુવતી કહી રહી છે કે, અમને બીજેપી વિશે કોઈ જાણકારી નથી! અમને એટલું જ ખબર છે કે અમે અમારો પહેલો વોટ ચિરાગ પાસવાનને આપીશું.” જ્યારે છોકરીના મિત્રએ તેને પૂછ્યું કે આવું કેમ?, તો છોકરી જવાબ આપે છે – “અરે, તે એક સુંદર છોકરો છે, જો તે જીતશે તો વિકાસ કરશે.” આ પછી, છોકરીનો મિત્ર તેને ચેતવે છે અને કહે છે, “તે એક મોટું નામ ધરાવતો વ્યક્તિ છે, ઉઠાવી લેશે” જેના પર યુવતી કહે છે- “ઉઠાવી લે… એને તો હું પટાવીને તો રહીશ જ.”
આ વાયરલ વીડિયોને LJP નેતા અભિષેક સિંહે પણ શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઇ ચૂક્યાછે અને કમેન્ટ કરી ચૂક્યાછે. સૌથી વેધક કમેન્ટ કરનાર વ્યક્તિએ લખ્યુંછે કે, ‘જો સુંદરતા જ દેશના વિકાસનું માપ હોય તો અમે કટરિના ભાભીને દેશના વડા પ્રધાન પર પર જોવા માગીએ છીએ.’
તમે પણ માણો આ વીડિયો….