
2023ની જેમ જ વર્ષ 2024માં પણ ચાર ગ્રહણ લાગશે. વર્ષ 2024નું સૌથી પહેલું ગ્રહણ ચંદ્ર ગ્રહણ હશે અને ત્યાર બાદ સૂર્ય ગ્રહણ લાગશે. વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ 25મી માર્ચ 2024ના થવા જઈ રહ્યું છે અને વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 8મી એપ્રિલ, 2024એ લાગશે. જોકે, આ બંને સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવવાના નથી એટલે સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. પરંતુ તેમ છતાં તમામ રાશિના જાતકોના જીવન પર આ સૂર્યગ્રહણ પર શુભ અસર જોવા મળશે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
મેષ:

મેષ રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ લોકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. દાંપત્ય સુખ વધશે. તમારો સારો સમય આવશે. નોકરીમાં પ્રગતિ મળવાના યોગ બનશે. માન-સન્માન વધશે. વાહન ખરીદવાનું વિચારી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ રહી છે.
મિથુન:

મિથુન રાશિના લોકો આ સમયગાળા દરમિયાન જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરી શકશે. રોકાણથી લાભ થશે. આરોગ્ય સારુ રહેશે. કરિયર સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે.
સિંહ:

સિંહ રાશિના લોકો માટે પણ આ પહેલું સૂર્યગ્રહણ શુભ ફળ આપી રહ્યું છે. આવકમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જૂની સમસ્યાઓથી રાહત મળશે. નોકરી કે વેપાર માટે એકદમ અનુકૂળ સમય છે. તમે કરેલા કામના વખાણ થઈ રહ્યા છે. માન-સન્માન મળી રહ્યું છે. કોઈ જ્ગ્યાએ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.
કન્યા:

કન્યા રાશિના જાતકો માટે પણ 8મી એપ્રિલના સર્જાઈ રહેલું 2024નું પહેલું સૂર્યગ્રહણ પુષ્કળ લાભ અપાવી રહ્યું છે. બિઝનેસમાં નફો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલા લોકોની પ્રગતિ થઈ રહી છે. ધન-લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઈ રહી છે. નવું કામ શરૂ કરવા માંગતા લોકો માટે એકદમ અનુકૂળ સમય છે.
ધન:

ધન રાશિના જાતકોના કામના સ્થળે વખાણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન એપ્રિલ મહિનામાં તમારી પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન વધવાના પ્રબળ યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવન સુખ સમૃદ્ધિ જોવા મળશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે.