નેશનલ

ટનલમાંથી બહાર આવીને મજૂરોએ સૌથી પહેલો આ સવાલ પૂછ્યો હતો…

ઉત્તરાખંડ: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 17 17 દિવસથી ફસાયેલા મજૂરોને મહામહેનતે ગઈકાલે એટલે કે મંગળવારે બહાર કાઢવામાં સફળતા મળી હતી. બહાર આવીને આ મજૂરોએ સૌથી પહેલા શું સવાલ કર્યો હતો કે શું વાત કરી હશે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે અને અમે અહીં તમારી આ જ ઉત્કંઠાનો અંત લાવી રહ્યા છીએ.

17 દિવસે બહાર આવીને મજૂરોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે લોકો બહાર આવીને અમે લોકો ખુબ જ ખુશ છીએ આજે અમે લોકોએ આજે દિવાળી મનાવી છે જે લોકો આ ઓપરેશન સાથે સંકળાયેલા લોકોનો ખૂબ ખૂબ જ આભાર માનીએ છીએ. સરકારની સાથે સાથે જે પણ લોકો ટનલમાંથી અમને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર. જોકે આ સિવાય પણ એક એવો સવાલ હતો કે જે મજૂરોએ પૂછ્યો હતો જેના વિશે આપણે અહીં વાત કરવાના છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે સિલ્ક્યારા-દંડલગાંવ ટનલ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જેવા હિંદુ તીર્થસ્થાનો સાથે કનેક્ટિવિટી વધારવા માટે મહત્વાકાંક્ષી ચારધામ પ્રોજેક્ટનો એક ભાગ છે. દિવાળીના દિવસે સવારે લગભગ 5.30 વાગ્યે ભૂસ્ખલનને કારણે સિલ્ક્યારા-દાંદલગાંવ ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને ટનલમાં કામ કરી રહેલા 41 મજૂરો ફસાયા હતા.

અત્યારે તો તમામ મજૂરોને ચેકઅપ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ટનલમાંથી બહાર આવતા જ મજૂરોએ કહ્યું કે અમારો જીવ બચાવવા માટે આભાર. જોકે, આ બાદ હાલમાં આ જ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવું વાંચવા મળી રહ્યું છે કે જ્યારે મજૂરોએ ટનલમાંથી બહાર આવીને સૌથી પહેલો સવાલ કર્યો કે શું ભારત વર્લ્ડકપ જીતી ગયું? હવે આ વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં કેટલું સત્ય છે એના વિશે કંઈ કહી શકાય એમ નથી. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે આ સોશિયલ મીડિયા પર પોસ્ટ ખુબ વાઈરલ થઈ રહી છે અને લોકો આ પોસ્ટ પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

વર્લ્ડકપ-2023ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો અને ભારતીય ટીમે વર્લ્ડકપમાં ખુબ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ સતત 10-10 મેચ જીતીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી, પરંતુ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ટીમ ઈન્ડિયાનું સપનું રોળાઈ ગયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button