
નવી દિલ્હીઃ સંસદમાં કાર્યવાહી દરમિયાન અચાનક બે યુવકો સંસદમાં અંદર અને એક યુવક અને એક યુવતી સંસદની બહાર હુમલો કર્યો હતો. આ ચારેય આરોપીની ઓળખ થઈ ગઈ છે અને તેમના નામ અનુક્રમે સાગર શર્મા, મનોરંજન ગૌડા, નિલમ, અમોલ શિંદે તરીકે કરવામાં આવી છે. આ ચાર આરોપીમાંથી મનોરંજ ગૌડાના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે અને પુત્ર માટે પિતાએ ચોંકાવનારી વાત કહી દીધી છે.
અહીંયા તમારી જાણ માટે કે મનોરંજન ગૌડાએ મૈસુરનો રહેવાસી છે અને તે વિજયનગરમાં રહે છે. પુત્રની હરકત જાણ્યા બાદ પિતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મારા દીકરાને ફાંસીએ લટકાવી દો. આરોપી યુવકની ઓળખ થતાં જ દિલ્હી પોલીસે મૈસુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને મૈસુલ પોલીસને આરોપીની પૂરી માહિતી આપીને તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો.
મૈસુર પોલીસ જ્યારે મનોરંજનના મૈસુરના વિજયનગર ખાતે આવેલા ઘરે પહોંચી અને પુછપરછ કરી હતી. આ બાબતે માહિતી આપતા મનોરંજનના પિતા દેવરાજ ગૌડાએ જણાવ્યું હતું કે મનોરંજને બીઈનો અભ્યાસ કર્યો છે અને એચડી ગૌડાએ જ મારા દીકરાને બીઈ માટે સીટ અપાવી હતી. તે દિલ્હી અને બેંગ્લોર આવતો જતો હતો, પરંતુ મારો પુત્ર મનોરંજન ક્યાં ગયો એની અમને જાણ જ ના થઈ. અમારી કોઈ પાર્ટી સાથે ઓળખાણ પણ નથી. મને નથી ખબર કે મારા દિકરાએ આવું કેમ કર્યું. એ મારો પુત્ર હોઈ જ ના સકે, જેણે સમાજને અન્યાય કર્યો હોય. જો એણે કંઈ જ ખોટું નથી કર્યું તો એને ફાંસી આપી દેવી જોઈએ.
દરમિયાન વ્યુઈંગ ગેલેરી મોહન દાનપ્પાએ જણાવ્યું હતું કે અમે લોકો સંસદની કાર્યવાહી જોવા માટે આવ્યા હતા અને અમે લોકો પહેલી ગેલેરીમાં હતા. તે અચાનક ગેલરીમાંથી ગૃહમાં કૂદી ગયો અને તેણે કલરવાળો સ્પ્રે કરવાનું શરૂ કરી દીધું હતું જે તેણે પોતાના પગમાં છુપાવી રાખ્યો હતો. પછી સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધો હતો.