ઇન્ટરનેશનલનેશનલ

દુનિયાની નજર પીએમ મોદી પર, પહેલા ઇઝરાયેલ હવે પેલેસ્ટાઈનના રાજદૂતે કરી આ અપીલ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. હમાસ આતંકવાદીઓના હુમલાનો ઇઝરાયેલ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ ભીષણ યુદ્ધને રોકવામાં ભારતની ભૂમિકા ફરી એકવાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ઈઝરાયેલ જાણે છે કે આ સમગ્ર સંકટમાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુદ્ધની વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. પેલેસ્ટાઈન પણ ભારતના અને પીએમ મોદીના મહત્વને સમજે છે. હવે પેલેસ્ટાઈનના રાજદૂતે ભારત પાસે મદદ માંગી છે. તેમણે ભારતને કટોકટી ઘટાડવામાં તેની ભૂમિકા ભજવવાની અપીલ કરી હતી. પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલહાઈજાએ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. અલ્હાઈજાએ કહ્યું હતું કે ભારત એક એવો દેશ છે જે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંનેનો મિત્ર છે. વર્તમાન સંકટનો ઉકેલ શોધવા માટે તેમનો હસ્તક્ષેપ જરૂરી છે.

પેલેસ્ટાઈનના રાજદૂતે કહ્યું હતું કે ભારત પેલેસ્ટાઈનના મુદ્દાને મહાત્મા ગાંધીથી શરૂઆતથી જ સમજે છે. તેથી તે ભૂમિકા ભજવવા સક્ષમ છે, કારણ કે ભારત બંનેનો મિત્ર છે. તેમણે કહ્યું કે ભારત, તેના વધતા વૈશ્વિક કદ અને પશ્ચિમ એશિયાના તમામ દેશો પરના તેના વધતા પ્રભાવ સાથે, સંકટને હળવું કરી શકે છે. ભારત આ માટે સારી સ્થિતિમાં છે. ભારત ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે. મને લાગે છે કે તે આ મામલે આગેવાની લઈ શકે છે. તે સારી ભૂમિકા ભજવી શકે છે.

પેલેસ્ટાઈનની સાથે ઈઝરાયેલ પણ જાણે છે કે આ સમગ્ર સંકટમાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તે સતત ભારતના સંપર્કમાં રહે છે. તાજેતરમાં જ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદી સાથે યુદ્ધ સંબંધિત નવીનતમ માહિતી શેર કરી હતી. બંને દેશના વડાઓ વચ્ચે શું વાતચીત થઇ એ તો બહાર આવ્યું નથી, પણ કેટલાક સૂત્રો જણાવે છે કે ઇઝરાયેલની તર્જ પર ભારતમાં પણ શુક્રવારના જુ્મ્માના દિવસે કોઇ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે. આ અંગે પીએમ મોદીને માહિતગાર કરવા માટે ઈઝરાયલના વડા પ્રધાને પીએમ મોદી સાથે વાતચીત કરી હતી.

ફોન પર વાતચીત બાદ પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને ઈઝરાયેલને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સખત અને સ્પષ્ટપણે વખોડે છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને દુનિયા ફરી એકવાર ભારત અને પીએમ મોદી તરફ આશાભરી નજરે જોવા લાગી છે. વિશઅવના દેશોને એવું લાગે છે કે કે વિશ્વ ગુરુ બનવા તરફ હરણફાળભરી રહેલું ભારત વિશ્વમાં શાંતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આવું જ કંઈક રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જોવા મળ્યું હતું. ઘણા દેશોએ પીએમ મોદીને આ મામલે મધ્યસ્થી કરવા અને યુદ્ધ રોકવાની વારંવાર અપીલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button