નેશનલ

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર

નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન હવે 1 ઓક્ટોબરના રોજ નહિ પરંતુ 5 ઓક્ટોબરના રોજ થશે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીના દિવસની તારીખમાં પરિવર્તન કરીને 8 ઓક્ટોબર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હરિયાણાના પૂર્વ સીએમની મુશ્કેલી વધીઃ ઈડીએ 834 કરોડની સંપત્તિ કરી જપ્ત

ચૂંટણીની તારીખોમાં ફેરફારની જાહેરાત કરતાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય બિશ્નોઈ સમાજના મતદાન અધિકારો અને પરંપરાઓનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો છે, જેમણે તેમના ગુરુ જમ્ભેશ્વરની યાદમાં આસોજ અમાસ પર્વની ઉજવણીમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે.’

આગામી 1 ઓકટોબરના રોજ યોજાનાર હરિયાણા વિધાનસભા ચૂંટણીના મતદાન અને મતગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મતદાન આગામી 5 ઓક્ટોબરના રોજ થશે. જ્યારે 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે છે કે ચૂંટણીની તારીખ પહેલા અને પછી રજાઓના કારણે મતદાનની ટકાવારી ઓછી રહેવાની શક્યતા હતી. જે બાદ ભાજપે ચૂંટણીની તારીખમાં ફેરફાર અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button