loksabha સંગ્રામ 2024નેશનલ

Loksabha Election 2024 : બે તબક્કાના મતદાનના સત્તાવાર આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા

Loksabhaelection2024, Electioncommission, ec, voter turnout,

દેશમાં લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજવવાની છે. જેમાં બે તબક્કાનું મતદાન ક્રમશ 19 એપ્રિલ અને 26 એપ્રિલના રોજ યોજાયું હતું. જ્યારે ત્રીજા તબકકાનું મતદાન 7 મેના રોજ યોજવવાનું છે. જો કે આ દરમ્યાન ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ પ્રથમ તબક્કામાં અંતિમ મતદાન ટકાવારી 66.14 ટકા અને બીજા તબક્કા માટે 66.7 1 ટકા રહી છે.
જેમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલના રોજ 102 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 26 એપ્રિલના 88 બેઠકો પર મતદાન થયું હતું જેમાં પ્રથમ તબક્કામાં પુરૂષ મતદારોનું મતદાન 66.22 ટકા હતું જ્યારે મહિલા મતદારોનું મતદાન 66.07 ટકા હતું. મંગળવારે ECના નિવેદન અનુસાર બીજા તબક્કા માટે સંબંધિત આંકડા 66.99 ટકા અને 66.42 ટકા હતા.
વર્ષ 2019 માં છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન, પ્રથમ તબક્કાની મતદાનની ટકાવારી મતદાનના બે દિવસ બાદ જાહેર કરવામાં આવી હતી, તેમજ વર્ષ 2019 માં પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી 69.43 ટકા અને બીજા તબક્કાની ટકાવારી 69.44 ટકા હતી.

જો કે આ પૂર્વે ચૂંટણી પંચે મતદાનની સત્તાવાર ટકાવારી જાહેર કરી ન હતી. જેના પગલે વિપક્ષોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુદ્દાને મુખ્ય રીતે ઉઠાવ્યો હતો, ચૂંટણી પંચે ડેટા જાહેર કરવા ધ્યાન દોર્યું હતું.

ચૂંટણી પંચે જાહેર કરેલી ટકાવારી મુજબ મતદાનના પ્રથમ તબક્કામાં, લક્ષદ્વીપમાં 84.1 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે બિહારમાં 49.26 ટકા મતદાન નોંધાયું હતું. જે 19 એપ્રિલે થયેલા એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.

જ્યારે મતદાનના બીજા તબક્કામાં, મણિપુરમાં સૌથી વધુ 84.85 ટકા મતદાન થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 55.19 ટકા મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં 543 મતવિસ્તારોનો સમાવેશ થાય છે. મતદાનના બે તબક્કા પૂરા થયા બાદ બાકીની બેઠકો પર બાકીના પાંચ તબક્કામાં 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. જ્યારે આ બેઠકો પર 4 જૂને મતગણતરી થશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button