ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખનું એલાન ટૂંક સમયમાં, રાજકીય ગણિત શું કહે છે? | મુંબઈ સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખનું એલાન ટૂંક સમયમાં, રાજકીય ગણિત શું કહે છે?

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આગામી અઠવાડિયા દરમિયાન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ચોમાસું સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી નવેસરથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવાની પ્રક્રિયા હાથ ધરવા અંગે જાહેરાત કરી હતી, જે અન્વયે આગામી અઠવાડિયામાં તારીખની જાહેરાત કરી શકાય છે.

ચૂંટણી પંચે આજે જણાવ્યું છે કે ઈલેક્ટોરલ કોલેજ (એક પ્રક્રિયા)ના નામ ફાઈનલ થઈ ગયા છે એટલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરનારા સાંસદોની યાદી બનાવવામાં આવી છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સપ્તાહના અંતમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે.

આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરુ: ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ એક્શનમાં, ટૂંક સમયમાં તારીખો જાહેર થશે

આ મુદ્દે ચૂંટણી પંચે જણાવ્યું છે કે ઈલેક્ટોરલ કોલેજની રચના કરી છે જેનો અર્થ એ છે કે હવે કોઈ નવો સભ્ય તેમાં જોડાશે નહીં. આ ઈલેક્ટોરલ કોલેજ હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરશે. તમને એ વાત જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી પંચે રાજ્યસભાના મહાસચિવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા.

ચૂંટણીના ગણિતની વાત કરીએ તો હાલ લોકસભામાં 543 સભ્ય છે, જ્યારે રાજ્યસભાના 245 સભ્ય છે. કુલ 788 સભ્ય છે. રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના 99 સાંસદ છે, જ્યારે સાથી પક્ષના કુલ સાંસદ મળીને 129 થાય છે. લોકસભામાં ભાજપના 240 સાંસદ સાથે સૌથી મોટો પક્ષ છે. ઉપરાંત, એનડીએ સાથે મળીને કુલ સંખ્યાબળ 293 થાય છે.

બીજી બાજુ લોકસભામાં વિપક્ષની વાત કરીએ તો સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પાસે પોતાના 99 સભ્ય છે અને તેને બે સ્વતંત્ર સાંસદોનું સમર્થન છે. આમ તેની પાસે કુલ 101 સાંસદ છે. ગૃહમાં વિપક્ષી છાવણીના સાંસદોની સંખ્યાબળ કુલ 235 છે, જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટી પાસે ઈન્ડિ ગઠબંધન સાથે મળીને કુલ સંખ્યાબળ 77 છે, જેમાં તેના 27 સાંસદ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button