શુભાંશુ શુક્લાએ ISS પરથી જોયું બ્રહ્માંડ: શું છે ‘કપોલા મોડ્યુલ’?

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરતા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયેલા છે. ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી છે. જમાં તેઓ અવકાશનો અભ્યાસ કરી રહ્યાં છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માં એક ખાસ મોડ્યુલ છે, જેને કપોલા મોડ્યુલ કહેવામાં આવે છે.
આ મોડ્યુલમાં સાત બારી છે, જ્યાંથી અવકાશયાત્રીઓ દ્વારા ‘બ્રહ્માંડ’નો અભ્યાસ કરવામાં આવે છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 26 જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. અત્યારે તેમની તસવીર સામે આવી છે, જ્યાં તેઓ કપોલા મોડ્યુલમાંથી ‘બ્રહ્માંડ’ના ફોટા કેમેરામાં કેદ કરી રહ્યા છે. તેઓ 14 દિવસ સુધી અવકાશમાં રહેવાના છે.
આપણ વાંચો: ‘અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે’: PM મોદી અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ઐતિહાસિક વાતચીત
અવકાશયાત્રીઓ તારા-ખગોળીય પદાર્થોનો અભ્યાસ કરશે
કપોલા એક નાનું મોડ્યુલ છે. જે સ્પેસ સ્ટેશનની બહારની પ્રવૃત્તિઓ જેમ કે રોબોટિક પ્રવૃત્તિઓ, વાહન અભિગમ અને અવકાશમાં ચાલવાનું નિરીક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
કપોલાથી અવકાશયાત્રીઓ તારાઓ અને ખગોળીય પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે, આ કપોલાને કારણે જ આપણે બ્રહ્માંડના અદ્ભુત ચિત્રો દુનિયાને મોકલી શકીએ છીએ. અત્યારે આપણે બ્રહ્માંડની જે તસવીરો જોઈ શકીએ છીએ તેના માટે કપોલા મોડ્યુલ કાર્ય કરતું હોય છે.
આપણ વાંચો: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું મિશન મુલતવી: હવે આ તારીખે થશે લોન્ચ…
શુભાંશુ અત્યારે કઈ વસ્તુનો અભ્યાસ કરે છે?
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર જઈને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા કઈ બાબતનો અભ્યાસ કરી રહ્યાં છે? તેવો પ્રશ્ન થયો સ્વાભાવિક છે. શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશન પર હાડકાં સંબંધિત એક અભ્યાસ કરી રહ્યાં છે. આ સંશોધન હાડકાના રોગ ઓસ્ટીયોપોરોસિસની સારી સારવાર માટે આશાનું કિરણ છે. આ અભ્યાસના કારણે માનવજાનને મોટો ફાયદો થશે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે.
અવકાશયાત્રી અવકાશમાં કરશે 60 જેટલા પ્રયોગો
આ મિશનની વાત કરવામાં આવે તો Axiom Space હેઠળ શરૂ કરાયેલા એક્સિઓમ-4 મિશન હેઠળ અવકાશમાં ગયેલા ચાર અવકાશયાત્રીઓ લગભગ 60 પ્રયોગ કરવાના છે.
શુભાંશુ અને આ મિશનમાં સાથે ગયેલા આવકાશયાત્રીઓએ એવું રિસર્ચ કર્યું કે ના બરાબર એટલે કે શૂન્ય ગુરૂત્વાકર્ષણ અથવા તો સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં રહેવાથી હાડકા પર કેવા પ્રકારની અસર થયા છે. આ બાબતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અવકાશમાં હાડકાં કેવી રીતે ખબાર થયા છે અને પૃથ્વીની આસપાસ કેવી રીતે તે સરખા થઈ જાય છે. આવું શા માટે થાય છે? અથવા તો આવું થવા પાછળ કેવા પરિબળો કામ કરે છે? તે બાબતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.