દેશની સૌથી પહેલી અમૃત ભારત ટ્રેનને આ તારીખે અપાશે લીલી ઝંડી
નવી દિલ્હી: દેશની સૌથી પહેલી અમૃત ભારત ટ્રેન સાથે અન્ય વંદે ભારત ટ્રેનને એકસાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે. આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે અમૃત ભારત ટ્રેનનો ઈન્સાઈડ વીડિયો પણ શેર કર્યો હતો. આ ટ્રેન દિલ્હીથી કોલકાતા જેવા દૂરના અંતરના સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવશે, તેનાથી બે કલાકનો સમય બચશે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના અધિકૃત એક્સ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો હતો, જ્યારે કેપ્શનમાં લખ્યું હતું કે અમૃત કાળની આ અમૃત ભારત ટ્રેન છે. અમૃત ભારત ટ્રેન અંગે જણાવ્યું હતું કે હું ખૂદ ટ્રેનની કેબિનમાં જઈને જોઈ હતી. ટ્રેનની કેબિનમાં એસી ફીટ કરવામાં આવ્યું છે, જ્યારે કેબિનમાં ચાર્જિંગ પોઈન્ટ, પાણીની બોટલ રાખવાની સુવિધા સાથે સેફ્ટી ફીચર કવચ પણ લગાવવામાં આવ્યું છે.
આ ટ્રેનની જનરલ કોચની સીટમાં કુશનિંગવાળી છે, જ્યારે ટોઈલેટની ડિઝાઈન પણ નવી છે. ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો હતો. દેસની પહેલી અમૃત ભારત ટ્રેનને દિલ્હી અને દરભંગા વચ્ચે દોડાવાશે, જ્યારે તેને પીએમ મોદી લીલી ઝંડી આપશે, એમ રેલવે પ્રધાને જણાવ્યું હતું.
દેશની સૌથી પહેલી અમૃત ભારત ટ્રેન ૩૦ ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપશે. એની સાથે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી દરભંગા માટે અમૃત ભારત ટ્રેન દોડાવાશે. આ દેશની સૌથી પહેલી અમૃત ભારત ટ્રેન દોડાવાશે. પીએમ મોદી અયોધ્યામાં છ વંદે ભારતને લીલી ઝંડી આપશે.
એના સિવાય બે નવી અમૃત ભારત ટ્રેનને દોડાવાશે. પહેલી ટ્રેન અયોધ્યાથી દરભંગા તથા બીજી અમૃત ભારત ટ્રેન દક્ષિણ ભારતમાંથી દોડાવાશે. અમૃત ભારત ટ્રેનને પહેલા વંદે સાધારણ ટ્રેન કહેતા હતા, પરંતુ હવે સત્તાવાર નામ મળ્યું છે. અયોધ્યાતી દરભંગા ટ્રેનમાં 22 કોચ હશે, જેમાં 12 સ્લીપર કોચ અને આઠ જનરલ ક્લાસના કોચ હશે. આ ટ્રેનની સ્પીડ કલાકના 130 કિલોમીટરની હશે. અલબત્ત, અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનો કરતાં અંદાજે ૧૫-૧૭ ટકા વધારે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
અન્ય મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનોમાં એકથી પચાસ કિમીની વચ્ચે આવતા ગંતવ્ય સ્થાનની સેકન્ડ-ક્લાસ મુસાફરી માટે લઘુત્તમ ટિકિટ કિંમત ૩૦ રુપિયા છે, જેમાં રિઝર્વેશન ફી અને અન્ય શુલ્ક શામેલ નથી, જયારે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં એક ૧-૫૦ કિમીની અંદરના ગંતવ્ય માટે મુસાફરી કરવા માટે લઘુત્તમ ટિકિટની કિંમત ૩૫ રુપિયા છે, જે સૂચવે છે કે અમૃત ભારતનું ભાડું લગભગ ૧૭ ટકા વધારે છે.