
નવી દિલ્હી: ફૂડ ડિલિવરી જાયન્ટ ઝોમેટોએ(Zomato)વાયરલ વીડિયોના દાવાને નકાર્યો છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડિલિવરી પાર્ટનર દિવાળી પર કામ કર્યા પછી માત્ર રૂપિયા 300 કમાયા છે. આ વિડિયોનો જવાબ આપતા ઝોમેટોએ જણાવ્યું કે, દિવાળીના દિવસે 6 કલાકથી વધુ કામ કરવા બદલ મેરઠના અમારા એક ડિલિવરી પાર્ટનરે રૂપિયા 300 કમાયો હોવાનો દાવો ખોટો છે. અમારા ડિલિવરી પાર્ટનર અમારી સેવાના કેન્દ્રમાં છે અને અમે ખાતરી કરીએ છીએ કે તેઓને તેમની મહેનત અને સમર્પણની કદર કરવા માટે ખાસ કરીને તહેવારો દરમિયાન કમાણીની મોટી તકો આપવામાં આવે છે.
આ પણ વાંચો: ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતા હો તો પહેલા આ વાંચી લો
ડિલિવરી પાર્ટનરે કુલ રૂપિયા 695ની કમાણી કરી
કંપનીએ આ કેસ વિશે મુખ્ય વિગતો સ્પષ્ટ કરતાં કહ્યું: મેરઠમાં ઉક્ત ડિલિવરી પાર્ટનરે 30મી ઑક્ટોબરના રોજ 6 કલાક કામ કર્યું તેણે 10 ઑર્ડર ડિલિવરી કર્યા અને કુલ રૂપિયા 695ની કમાણી કરી. જ્યારે એજ દિવસે ઘણા ડિલિવરી પાર્ટનરો જેમણે સરેરાશ 10 કલાક કામ કર્યું હતું તેઓ રૂપિયા 1200 થી 1300ની વચ્ચે કમાયા હતા.
વાયરલ વિડીયોથી વિવાદ
જેમાં ઉત્તર પ્રદેશમાં મેરઠમાં ડિલિવરી પાર્ટનર રિતિક તોમરે સાંજે 5 વાગ્યાથી તેની સાંજની શિફ્ટનો ઇન્સ્ટાગ્રામ પર
એક વીડિયો શેર કર્યા પછી વિવાદ શરૂ થયો. આ વિડિયોમાં આઠ ઓર્ડર આપવાના તેમના અનુભવ શેર કરવામાં આવ્યો
હતો. જેમાં તેને રૂપિયા 316 ની કમાણી થઇ હોવાનું કહેવામાં આવ્યું હતું. જેની બાદ વિડિયો પરની ટિપ્પણીઓમાં ડિલિવરી પાર્ટનર અંગે સહાનુભૂતિ જોવા મળી હતી. જેમાં ઘણા લોકોએ તહેવારના સમયમાં ડિલિવરી પાર્ટનરને વધુ સારી
સહાયતા માટે વિનંતી કરી હતી.
ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા વિનંતી
ઝોમેટોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આવા ખોટા દાવાઓ અન્ય કામ કરતી વ્યક્તિઓની આજીવિકા, પ્રેરણા અને ગૌરવને અસર કરી શકે છે. અમે દરેકને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા વિનંતી કરીએ છીએ.