કરણી સેનાના અધ્યક્ષની આ કારણસર હત્યા કરાઈ હોવાનો દાવો, જાણો નવું કારણ

જયપુર: જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની અચાનક હત્યાએ લોકોને હેરાન કરી દીધા હતા. દરેકના મનમાં એ પ્રશ્ન છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ સુખદેવ સિંહની હત્યા કેમ કરાવી? જો કે સુખદેવ સિંહ હત્યા કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ ડિસેમ્બર 2022ના રોજ ગેંગસ્ટર રાજુ થેહટની હત્યા બાદ લોરેન્સ ગેંગે શેખાવતીમાં આતંક ફેલાવવા માટે રોહિત ગોદારા મારફત વેપારીઓ અને પ્રોપર્ટીના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાનું શરૂ કર્યું હતું.
અહેવાલ અનુસાર જેના માટે લોરેન્સ ગેંગ બધાને ધમકીઓ આપતી હતી. ત્યારે જે વેપારીઓને ધમકીઓ મળી હતી તેમનો સાથ ગોગામેડી આપતા હતા. ત્યારે આઠ ડિસેમ્બર 2022ના રોજ મહિપાલ સિંહના ફોન પર વૉઇસ મેસેજ આવ્યો હતો કે હું રોહિત ગોદારા છું 15 ડિસેમ્બર સુધીમાં 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરો. નહિંતર તમે પરિણામ માટે તૈયાર રહેજો. ત્યારબાદ 15 ડિસેમ્બર 2022ના રોજ બપોરે 2:50ના સુમારે તેને ફરીથી એક કોલ અને મેસેજ આવ્યો. જેમાં કહ્યું હતું કે હું રોહિત ગોદારા તરીકે બોલી રહ્યો છું જવાબ હા કે ના આપો અમે ફરી ફોન નહી કરીએ.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં ગોગામેડી અને આનંદપાલ ગેંગે મહિપાલ સિંહને ટેકો આપ્યો હતો અને લોરેન્સ ગેંગને ખંડણી આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત સુખદેવસિંહ ગોગામેડી અન્ય ઘણા કેસમાં પણ લોરેન્સ ગેંગ સામે ખુલ્લેઆમ સામે આવ્યો હતો. જેના કારણે ગોગામેડી લોરેન્સ ગેંગને નડતર રૂપ થવા લાગ્યો હતા. જેના કારણે પંજાબની ભટિંડા જેલમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર સંપત નેહરાએ ગોગામેડીની હત્યાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું હતું. અને ગોગામોડીના હત્યા કરી હતી.