નેશનલ

અયોધ્યા કેસના નિર્ણય મુદ્દે મુખ્ય ન્યાયાધીશે કરી મહત્ત્વની ટિપ્પણી

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડી. વાય ચંદ્રચૂડે આ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. અયોધ્યાના રામ મંદિરના કેસમાં ન્યાયાધીશોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે નિર્ણય પણ કોણે લખ્યો છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવશે. ચીફ જસ્ટિસે આ મુદ્દે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ન્યાયાધીશ કોઈ પણ કેસમાં નિર્ણય લે છે તે બંધારણ અને કાયદા પ્રમાણે લે છે.

આ સંદર્ભે ચુકાદો સંભળાવનારી બેંચનો ભાગ રહેલા જસ્ટિસ ચંદ્રચૂડે એક મુલાકાતમાં કહ્યું હતું કે ચુકાદામાં કોઈ ન્યાયાધીશના નામનો ઉલ્લેખ નહીં કરવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે ન્યાયાધીશો સાથે બેઠા ત્યારે કોઈ પણ જાહેરાત કર્યા પહેલા સર્વસમંતિથી નિર્ણય લઈને કોર્ટનો ચુકાદો ગણાશે. બસ અને ચુકાદો લખનાર જજનું નામ જાહેર નહીં કરવા અંગેનો પણ તેમણે જવાબ આપ્યો હતો.

ચુકાદો આપનારા જજનું નામ કેમ જાહેર નહીં કર્યું તો તેના અંગે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જ્યારે પાંચ જજની બેન્ચ ચુકાદા પર વિચાર-વિમર્શ કરવા બેઠી હતી, ત્યારે જેમ અમે ચુકાદો આપ્યા પહેલા કરીએ છીએ તેમ અમે બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે આ કોર્ટનો ચુકાદો હશે. અને તેથી ચુકાદો લખનારમાં કોઈ જજના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

આ મુદ્દે તેમણે વધુમાં કહ્યું હતું કે વાસ્તવમાં કેસમાં સંઘર્ષનો લાંબો ઈતિહાસ છે, દેશના ઈતિહાસ અને જેઓ બેન્ચનો ભાગ હતા તેના આધારે વિવિધ દૃષ્ટિકોણ છે અને જે બેન્ચનો ભાગ હતા અને તેમનો નિર્ણય એ જ કોર્ટનો ચુકાદો હતો. અલબત્ત, કોર્ટ એક અવાજે વાત કરશે અને આમ કરવા પાછળનો વિચાર સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે અમે બધા માત્ર અંતિમ પરિણામમાં જ નહીં, પરંતુ ચુકાદામાં આપેલા કારણોમાં પણ સાથે છીએ.

અહીં એ જણાવવાનું કે નવમી નવેમ્બર 2019ના રોજ અયોધ્યાના રામ મંદિર કેસમાં ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો હતો. તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પાંચ જજની બંધારણીય બેંચનું નેતૃત્વ કર્યું હતું. ઉપરાંત, મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં બીજી કોઈ અન્ય જગ્યાએ સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button