નેશનલ

આધાર સિસ્ટમ વિરુદ્ધ મૂડીઝના દાવાઓને કેન્દ્ર સરકારે પાયાવિહોણા ગણાવ્યા

ગ્લોબલ ક્રેડિટ એજન્સી મૂડીઝ દ્વારા આધાર કાર્ડની વિશ્વસનીયતા અંગે કરવામાં આવેલા દાવા પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો. હાલમાં જ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં આધાર કાર્ડની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વૈશ્વિક ક્રેડિટ એજન્સી મૂડીઝે કહ્યું હતું કે આધાર પ્રાઈવસી અને સિક્યોરિટી માટે જોખમરૂપ છે.

અહેવાલમાં ભારતના હવામાન સાથે આધારના બાયોમેટ્રિક પ્રક્રિયાને જોડતા મૂડીઝે કહ્યું હતું કે અહીંના હવામાનમાં ખૂબ ભેજ છે, આ પ્રકારના હવામાનમાં બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ અયોગ્ય છે.

કેન્દ્ર સરકારે મૂડીઝના આ દાવાઓને પાયાવિહોણા અને પુરાવાના અભાવ વાળા ગણાવ્યા હતા. મૂડીઝે અહેવાલમાં જણાવ્યું હતું કે આધાર સિસ્ટમ ઘણીવાર ખાસ કરીને ગરમ અને ભેજવાળી આબોહવામાં કામદારો માટે સર્વિસ પૂરી પડી શકતી નથી. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આ દાવાને વખોડી કાઢ્યો હતો.

સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એક ઇન્વેસ્ટર્સ સર્વિસ આપત્તિ સંસ્થાએ વિશ્વની સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી આધાર વિરૂદ્ધ દાવા કર્યા છે,એ પણ પુરાવા અને કારણ આપ્યા વિના,” સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. છેલ્લા એક દાયકામાં, એક અબજથી વધુ ભારતીયોએ પોતાને પ્રમાણિત કરવામાં માટે 100 અબજથી વધુ વખત આધારનો ઉપયોગ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IMF અને વિશ્વ બેંક જેવી વૈશ્વિક સંસ્થાઓએ આધારની પ્રશંસા કરી છે. ઘણા દેશોએ ડિજિટલ આઈડી સિસ્ટમ્સ કેવી રીતે લાગુ કરવી તે સમજવા માટે UIDAIનો સંપર્ક કર્યો છે. તેનાથી વિપરિત, મૂડીઝે તેના અહેવાલમાં ચેતવણી આપી છે કે વપરાશકર્તાઓની ઓળખની વિગતો અને ઓનલાઈન સંસાધનોની ઍક્સેસ પર એકસાથે નિયંત્રણ સાથે કેન્દ્રીયકૃત સિસ્ટમો વપરાશકર્તાઓ માટે ગોપનીયતા અને સુરક્ષા જોખમો ઉભા કરે છે.

સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કામદારોને તેમના આધાર નંબરો MGNREGS ડેટાબેઝમાં ઉમેરવા માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ પ્રદાન કરવાની જરૂર નથી, ન તો તેમને યોજના હેઠળ ચૂકવણી પ્રાપ્ત કરવા તેની જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button