ડીપફેક મુદ્દે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી….
નવી દિલ્હી: ડીપફેક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના માધ્યમથી ખોટા સમાચાર ફેલાવવાના કારણે સરકારના આઈટી મંત્રાલયો આઈટી નિયમોનું પાલન કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઇપણ પ્રકારના સોશિયલ મિડીયા પ્લેટફોર્મને હવેથી કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ ડાહેર કરતા પહેલા જણાવવું પડશે કે જે પણ તેમના પ્લેટફોર્મ પર દર્શાવી રહ્યા છે તે એઆઇ દ્વારા બનાવેલું છે કે ઓથેન્ટીક છે.
આ ઉપરાંત ટેકનોલોજી મંત્રાલય જણાવ્યું હતું કે દરેક પ્રકારના સોશિયલ મિડીયાએ આ તમામ સૂચનાઓનું કડકપણે પાલન કરવાનું રહેશે. જો આ નિયમોનું પાલન કરવામાં નહિ આવે તો તે પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આઇટી પ્રધાને ખાસ એ બાબત તેની એડવાઈઝરીમાં જણાવી હતી કે આઈટી નિયમોના અંતર્ગત જે પણ બાબત તેમના પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે. તે જો ફેક છે તો તેની સંપૂરણ માહિતીની આપવાની સાથે તે કોઈને પણ વ્યક્તિગત રીતે નુકસાન કરે તેવી ના હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે એઆઇ દ્વારા રશ્મિકા મંદાના અને કેટરીના કેફના વિડીયો વાઈરલ થયા બાદ આઈટી મંત્રાલય એક્શન મોડમાં આવી ગયું હતું. અને ત્યારબાદ કોઈપમ પ્રકારના આવા વિડીયો કે ફોટા વાઈરલ ના થાય તે માટે આઈટી મંત્રાલયે ત્વરિત પગલાં લીધા હતા જો કે હાલમાં ફક્ત એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં ઈન્ટરનેટ પર વાઈરલ થતા ફેક કન્ટેન્ટ સામે નિયમો બનાવવામાં આવશે.