અંગ્રેજોએ ભારત પર રાજ નથી કર્યું: મસ્કની પોસ્ટ પર ભારતીયોનો આક્રોશ, X પર ઠાલવ્યો રોષ | મુંબઈ સમાચાર
નેશનલ

અંગ્રેજોએ ભારત પર રાજ નથી કર્યું: મસ્કની પોસ્ટ પર ભારતીયોનો આક્રોશ, X પર ઠાલવ્યો રોષ

નવી દિલ્હીઃ ભારતની ભૂમિએ વિદેશથી આવેલી તમામ પ્રજાને આવકાર આપ્યો છે, પરંતુ વિદેશી પ્રજાએ તે આવકારનો વિશેષાધિકાર તરીકે ઉપયોગ કરીને ભારતને પોતાનું ગુલામ બનાવીને રાજ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ભારત પર અંગ્રેજોની ગુલામી કોઈથી છૂપી નથી. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે, જેમાં ચોંકાવનારો દાવો કર્યો છે.

અંગ્રેજોએ ભારત પર રાજ નથી કર્યું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્ટીફન મોલિન્યૂક્સ નામના શખ્સે એક ફોટો શેર કરીને લખ્યું છે કે, “જો ભારતીયો ઇંગ્લેન્ડમાં આવીને અંગ્રેજ બની જાય છે, તો ભારતમાં આવીને અંગ્રેજો પણ ભારતીય બની જાય છે, તેથી અંગ્રેજોએ ભારત પર રાજ નથી કર્યું. વસાહતીવાદ જેવી કોઈ વસ્તુ હોતી નથી.”

સ્ટીફન મોલિન્યૂક્સની આ પોસ્ટને એલન મસ્કે થિકિંગવાળા ઇમોજી સાથે એક્સ પર શેર કરી છે. જોકે, આ વાતનો ખરેખર વિરોધ કરવો જોઈએ. પરંતુ એલન મસ્કે એવું કર્યું નથી. તેથી ભારતીય યુઝર્સે મસ્ક પર પોતાનો રોષ ઠાલવ્યો છે.

અંગ્રેજો ખોટી રીતે ભારત આવ્યા

ઇલોન મસ્ક દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ હવે કમ્યુનિટી બની ગઈ છે. કમ્યુનિટીમાં કહેવામાં આવ્યું છે કે, “બંનેની તુલના કરવી હાસ્યાસ્પદ છે. અંગ્રેજો ખોટી રીતે ભારત આવ્યા, અહીંની સંપત્તિ લૂટી, લાખો લોકોને માર્યા અને જ્યારે તેઓ ગયા ત્યારે ભારત સૌથી ગરીબ દેશ પૈકીનો એક હતો. તેનાથી ઉલટુ, ભારતીયો બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલા વીઝા લઈને કાયદેસર રીતે બ્રિટનમાં જઈને રહે છે.”

એક યુઝર્સે મસ્કની પોસ્ટના કમેન્ટ બોક્સમાં લખ્યું કે, “વ્હાઈટ નેશનલિસ્ટ હવે વસાહતીવાદ, સૈન્ય આક્રમણ, બળાત્કાર, લૂંટફાટ અને મૂળ નિવાસીયોના શોષણની સરખામણી કાયદેસર પ્રવાસ અને નિયમો અનુસાર લીધેલી નાગરિકતા સાથે કરી રહ્યો છે. તેનો હેતુ પોતાનો વસાહતી અપરાધ છૂપાવવાનો અને વસાહતી સામ્રાજ્યવાદીઓ સાથે સમાનતા રાખીને ઇમિગ્રન્ટ લઘુમતીઓને બદનામ કરવાનો છે.

ભારતીયો બ્રિટનમાં ગયા તો તે વિદેશી જ રહ્યા

બીજા યુઝર્સે લખ્યું કે આ તર્ક પ્રમાણે 1940માં જર્મનોએ ફ્રાંસમાં પગ મૂક્યો તો તે ફ્રાંસીસી બની ગયા. એ રીતે ફ્રાંસે ફ્રાંસ પર કબજો કરી લીઘો. આ જ રીતે 2003માં અમેરિકનો અફઘાની અને ઈરાની બની ગયા અને હવે યુક્રેન પર કબજો કરી રહેલા રશિયન સૈનિકો યુક્રેની બની ગયા છે. તેમને પાછા જવાની કોઈ જરૂર નથી.

અન્ય એક યુઝર્સે કમેન્ટ બોક્સમાં લખ્યું કે, “કોઈ બીજા દેશમાં રહેવાથી વસાહતી વર્ચસ્વ સમાપ્ત થતું નથી. જ્યારે ભારતીયો બ્રિટનમાં ગયા તો તે વિદેશી જ રહ્યા. પરંતુ અંગ્રેજો ભારત આવ્યા, ત્યારે તેમણે રાજનીતિક, સૈન્ય અને આર્થિક નિયંત્રણથી લાખો લોકો પર શાસન કર્યું. આ વસાહતીકરણ છે.” એક યુઝરે આ વાતને હાસ્યાસ્પદ અને એલન મસ્કનો મૂર્ખતાપૂર્ણ પ્રસ્તાવ ગણાવ્યો હતો.

તમને તમારો ઇતિહાસ ખબર નથી

ઉલ્લેખનીય છે કે, અનેક ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે સ્ટીફન મોલિન્યૂક્સની આ પોસ્ટ પર પોતાનો રોષ ઠાલવ્યો છે. પરંતુ સ્ટીફન મોલિન્યૂક્સ પોતાની વાત પર અડગ રહ્યો છે. તેણે પોતાના જવાબમાં એક્સ પર જણાવ્યું કે અંગ્રેજો ભારતમાં કાયદેસર રીતે આવ્યા હતા. તેમણે સ્થાનિક શાસકો સાથે સંધિ કરી. જો તમને તમારો ઇતિહાસ ખબર નથી, તો તર્ક તમારી મદદ નહીં કરી શકે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button