ટોપ ન્યૂઝનેશનલ

ભારતની બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના 11 એરબેઝનો બોલાવી દીધો કચ્ચરઘાણ, જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની શનિવારે જાહેરાત થઈ હતી. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધો હતો. જેનાથી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારતના વિવિધ શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનની તમામ કોશિશ નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હવામાં તોડી પાડવામાં બ્રહ્મોસ મિસાઈલે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ મિસાઈલે પાકિસ્તાનના 11 એરબેઝને તબાહ કર્યા હતા.

કયા એરબેઝનો નાશ થયો?

નુરખાન એરબેઝ
પીઓકેમાં સ્કાર્દુ એરબેઝ
રફીકી એરબેઝ
મુરિદ એરબેઝ
સુક્કુર એરબેઝ
સિયાલકોટ એરબેઝ
ચુનલિયન એરબેઝ
શાહબાઝ એરબેઝ.
સરગોધા એરબેઝ
પસરુર એરબેઝ
ભોલારી એરબેઝ

ભારતની આ મિસાઇલ તેની ક્ષમતાઓ માટે જાણીતી છે. તે ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી છે. આ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે, જેની રેન્જ વધારે છે. બ્રહ્મોસ મિસાઈલ તેની ઝડપ, ચોકસાઈ અને મલ્ટી-પ્લેટફોર્મ લોન્ચ ક્ષમતાઓને કારણે ભારતની સંરક્ષણ પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. બ્રહ્મસોસ મિસાઈલ જમીન, સમુદ્ર (જહાજો અને સબમરીન) પરથી લોન્ચ કરી શકાય છે.

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના 15 દિવસ પછી, ભારતે 7-8 મે ની રાત્રે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતે આ હવાઈ હુમલાને પહલગામ આતંકવાદી હુમલા પછીની કાર્યવાહી ગણાવી હતી.

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને દેશ પર હુમલો ગણાવ્યો અને સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને સતત ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો હતો. શનિવારે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા, પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો.

આ પણ વાંચો….પાકિસ્તાની ડ્રોનનો હવે થશે પર્દાફાશ! ક્યાંથી લાવ્યા અને કેવી ક્ષમતા? દરેક પ્રકારની વિગતો સામે આવશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button