નેશનલ

યુપીમાં લાઉડસ્પીકર મુદ્દે સરકારનો સૌથી મોટો નિર્ણય, સરકારે જારી કરી ગાઈડલાઈન

લખનઉઃ હાલમાં ઉત્તર પ્રદેશ (યુપી)ની યોગી આદિત્યનાથની સરકારે હલાલ વસ્તુઓ પણ બૅન મૂક્યો હતો. હવે યોગી સરકાર દ્વારા રાજ્યમાં લાઉડસ્પીકર સામે પણ નવી ઝૂબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ મુજબ મંદિર અને મસ્જિદ પર લગાડવામાં આવેલા લાઉડ સ્પીકરોની તપાસ કરવામાં આવશે અને જો તેનો અવાજ નિયમના ધોરણ કરતાં વધારે હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

યોગી આદિત્યનાથની સરકારે આ અભિયાન હેઠળ રાજ્યમાં અનેક જગ્યાએ સવારે પાંચથી સાત વાગ્યા સુધી ઊંચા અવાજે લાઉડસ્પીકર વગાડનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન ગયા 23 નવેમ્બરથી શરૂ થઈ ગયું છે, જે 22મી ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.

રાજ્યમાં આ મામલે કાર્યવાહી કરવા માટે સરકાર દ્વારા ટીમ બનાવવામાં આવી છે. યોગી સરકારે કરેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 61,000થી વધુ લાઉડસ્પીકરની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 7,000 થી વધુ લાઉડસ્પીકરને અવાજ ઓછો કરવાની સૂચના આપવામાં આવી છે અને ત્રણ હજાર જેટલા લાઉડસ્પીકરને હટાવી દેવામાં આવ્યા છે.

લાઉડસ્પીકરને લઈને આ વિવાદ અનેક વર્ષોથી ચાલી રહ્યો છે, જેમાં થોડા વર્ષ પહેલા ગાયક સોનુ નિગમે આ લાઉડસ્પીકરને કારણે તેની ઊંઘ બગડતી હોવાનું જણાવ્યું હતું. યુપીમાં પણ 54 હજાર જેટલી મસ્જિદ પરથી લાઉડસ્પીકરને હટાવવામાં આવ્યા હતા, જ્યારે 60,000 લાઉડસ્પીકરના અવાજ ઘટાડવામાં આવ્યા હતા.

યોગી આદિત્યનાથની સરકારે લાઉડસ્પીકરને લઈને અમુક ગાઈડલાઇન જાહેર કરી છે. આ નિયમો મુજબ સવારે છ વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી મળશે અને કોઈ પણ જાહેર જગ્યાએ લાઉડસ્પીકર વગાડવા પ્રશાસનની મંજૂરી ફરજિયાત રહેશે. લાઉડસ્પીકરનો અવાજ સવારે 75 થી 50 ડેસિબલ વચ્ચે અને રાતના 70થી 40 ડેસિબલ સુધી હોવો જોઈએ. આ નિયમો ઘરની સાથે સાથે સાર્વજનિક જગ્યાઓએ પણ લાગુ પડશે.

ઈન્ડસ્ટ્રિયલ માટે નોઈઝ લેવલ 75 ડેસિબલ અને રાતના 70 ડેસિબલ છે. કમર્શિયલ માટે 65 ડેસિબલ અને રાતના 55 ડેસિબલની લિમિટ રહેશે, રેસિડેન્શિયલ ઝોનમાં દિવસના 55 ડેસિબલ અને રાતના સમયે 45 ડેસિબલ હશે. સાઈલન્સ ઝોનમાં દિવસના 50 ડેસિબલ અને રાતના 40 ડેસિબલનું લેવલ હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button