ધ બર્નિગ ટ્રેનઃ મુંબઈ આવી રહેલી ટ્રેનના કોચમાં આગ, પ્રવાસીઓમાં ગભરાટ…
ગોવાઃ ગોવાથી મુંબઈ આવી રહેલી માંડવી એક્સપ્રેસના કોચમાં આગ ફાટી નીકળતાં પ્રવાસીઓમાં ગભરાટની લાગણી જોવા મળી હતી. સદ્ભાગ્યે આ આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નહોતી થઈ.
આ બાબતે માહિતી આપતા સુત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે મડગાંવથી મુંબઈ આવવા નીકળેલી માંડવી એક્સપ્રેસ નિયમીત સમયે મડુરે સ્ટેશન પહોંચી હતી. અહીં સુધી બધું ઠીક હતું, પરંતુ આ સ્ટેશન પરથી ટ્રેન સાવંતવાડી જવા માટે નીકળી હતી અને અચાનક જ ટ્રેનના દિવ્યાંગજન અને ગાર્ડના કોચમાં આગ ફાટી નીકગળી હતી. ટ્રેનને સાવંતવાડી લઈ જવામાં આવી અને આગ બાબતે રેલવેમાં લાગેલી આગ બાબતે માહિતી આપી હતી.
ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા જ પ્રવાસીઓએ ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર કૂદકા માર્યા હતા. રેલવેના કર્મચારીઓએ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આગ ચોક્કસ કયા કારણસર લાગી હતી એનું કારણ તો જાણી શકાયું નહોતું, પણ રેલવેના કોચમાં રહેલી ડિસ્ક બ્રેકનો પેડ બળતા વાસ આવતાં બ્રેકમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આગને કોઈ પણ પ્રકારની જાનહાનિ નહોતી થઈ પણ પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને એમણે હાલાકી ભોગવવી પડી હતી.