સરકાર દ્વારા પૂર્ણ બજેટની જાહેરાતમાં મળી શકે છે જૂની પેન્શન યોજના સ્કીમનો લાભ
નવી દિલ્હી: વિપક્ષ દ્વારા ખૂબ જ લાંબા સમયથી જૂની પેન્શન સ્કીમને પુનઃ લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. તો સાથે જ જે રાજ્યોમાં વિપક્ષની સરકારોએ જૂની પેન્શન સ્કીમને પુનઃ લાગુ કરવાનું વચન પણ આપેલું છે. પરંતુ આ સાથે જ સરકારી અધિકારીઓને વધુ પેન્શનઆ આપનારી રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)માં બદલાવની તૈયારીઓ ચાલી રહી છે.
જો કે હવે એવી આશા સેવાઇ રહી છે કે 23 જૂનના રોજ રજૂ થનાર સરકારના પૂર્ણ બજેટમાં આને લગતી કોઇ જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર NPSમાં ગેરેંટેડ રીટર્ન ઓફર કરી શકે છે. ભારતના એક ખાનગી અખબારના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનના રૂપમાં તેમના છેલ્લા પગારના 50 ટકાની રકમ મળવાનું વચન સરકાર આપી શકે છે.
વર્તમાન સ્કીમમાં પણ 25-30 વર્ષથી રોકાણ કરનારા કર્મચારીઓને સારું વળતર મળી રહ્યું છે. ખાસ કરીને એવા કર્મચારીઓ કે જેમની 2004 પછી ભરતી કરવામાં આવી છે. અહેવાલ મુજબ, સોમનાથન સમિતિએ પેન્શનની આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસ તેમજ આંધ્રપ્રદેશ સરકારની પેન્શન નીતિનો અભ્યાસ કર્યો છે. આ સમિતિએ ખાતરીપૂર્વકના વળતરની અસરનું મૂલ્યાંકન કર્યું છે.
આ પણ વાંચો: Union Budget 2024: ક્યારે રજૂ થશે મોદી 3.0નું પ્રથમ બજેટ, સરકારે જણાવી તારીખ
ગયા વર્ષે જ સોમનાથન સમિતિ નીમવામાં આવી હતી:
સરકાર દ્વારા NPSને આકર્ષક બનાવવા માટે લાંબા સમયથી પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે મળવું જોઈએ કે કેમ તે અંગે સરકાર વિચાર કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત બાદ વર્ષ 2023માં નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિનો ઉદેશ્ય જૂની પેન્શન યોજનાને પાછી લાવ્યા વિના NPS હેઠળ પેન્શન લાભોને સુધારવાના માર્ગો શોધવાનો છે. જ્યારે કેન્દ્ર સરકારે જૂની પેન્શન સ્કીમ પરત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે ગત વર્ષે કોંગ્રેસ દ્વારા ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજના પાછી લાવવાની જાહેરાત બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી.
જૂની અને પેન્શન યોજના વચ્ચે શું ફરક છે ?
જૂની પેન્શન યોજનામાં, સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો અડધો ભાગ પગાર પંચની ભલામણો સાથે પેન્શન તરીકે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં, કર્મચારીઓએ પેન્શન માટે કોઈ યોગદાન આપવું પડતું નથી. જ્યારે રાષ્ટ્રીય પેન્શન યોજના યોગદાન આધારિત પેન્શન યોજના છે.
આમાં, કર્મચારીએ તેના મૂળ પગારના 10 ટકા અને સરકાર 14 ટકા રકમનું યોગદાન આપે છે. આ રકમ રોકાણના વિવિધ વિકલ્પોમાં રોકાણ કરવામાં આવે છે અને તેમાંથી કર્મચારીને પેન્શન મળે છે.