Buddhaditya Rajyog: આ ચાર રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો… | મુંબઈ સમાચાર
ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

Buddhaditya Rajyog: આ ચાર રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને 16મી જુલાઈના ગ્રહોના રાજા સૂર્યએ કર્ક રાશિમાં ગોચર કર્યું છે તો ગ્રહોના રાજા બુધ તો 29મી જૂનથી જ કર્ક રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર જ્યારે એક રાશિમાં બુધ અને સૂર્યની યુતિ થાય છે ત્યારે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થાય છે. કર્ક એ ચંદ્રની રાશિમાં છે અને આ રાશિમાં બની રહેલા બુધાદિત્ય રાજયોગને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, આ રાશિના જાતકો પર પૈસાનો વરસાદ થશે, એટલું જ નહીં આ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં પણ વધારો થશે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

કર્ક રાશિમાં જ સૂર્ય અને બુધની યુતિ થઈને બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે, જેને કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન, પગાર વધારો વગેરે મળી શકે છે. સમાજમાં માન-સન્માન અને પદ્દોન્નતિ થઈ રહી છે. વૈવાહિક જીવન પણ ખુશહાર રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો અનુકૂળ સમય છે.


કન્યા રાશિના જાતકો માટે પણ બુધાદિત્ય રાજયોગ શુભ પરિણામો ળઈને આવી રહ્યો છે. આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે, બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ અનુકૂળ સમય છે. શેરબજાર, સટ્ટો કે લોટરીમાં લાભ થઈ રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. રોકાણથી વિશેષ લાભ થઈ રહ્યો છે.


આ રાશિના જાતકો માટે આ રાજયોગ ભાગ્યના દરવાજા ખોલનારો સાબિત થઈ રહ્યો છે. કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ રહી છે, સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળશે. સરકારી નોકરી કરી રહેલાં લોકો માટે પણ આ સમયગાળો શુભ સાબિત થઈ રહ્યો છે. ઉપરી અધિકારીઓનો સાથ-સહકાર મળી રહ્યો છે.


બુધાદિત્ય રાજયોગ મિથુન રાશિના લોકો માટે પણ શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભ થશે. તમારી તમામ યોજનાઓ સફળતાપૂર્વક પાર પડી રહી છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કરિયરમાં પ્રગતિ અને નોકરીમાં પગાર વધારો મળી શકે છે.

Also Read –

સંબંધિત લેખો

Back to top button