સાતમાં તબક્કાના મતદાનમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.34 ટકા મતદાન

નવી દિલ્હી: આજે દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024 ) માટેના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન (Voting) તહયું હતું. આજના 7 માં તબક્કાના મતદાનમાં 8 રાજ્યોની 57 લોકસભા બેઠકો માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. સાતમાં તબક્કામાં બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થયું હતું. મતદાનના આ તબક્કા સાથે 19 એપ્રિલથી શરૂ થયેલી ચૂંટણીના તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ થશે. જ્યારે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી INDI ગઠબંધનની બેઠક : શું લેવાયા નિર્ણયો ?
5 વાગ્યા સુધીના મતદાનના આંકડા મુજબ આજે સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં આજે 69.89 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન બિહારમાં કે જ્યાં માત્ર 48.86 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 54 ટકા, પંજાબમાં 55.20 ટકા, ઓરિસ્સામાં 62.46 ટકા, ઝારખંડમાં 67.95 ટકા, હિમાચલ પ્રદેશમાં 66.56 ટકા તથા ચંદીગઢમાં 62.80 ટકા મતદાન થયું છે.
આ પણ વાંચો: Lok sabha Election 2024 : પરિણામ પૂર્વે વિપક્ષે ઠંડાઈ પીવી જોઇએ, યોગી આદિત્યનાથનો મતદાન બાદ વિપક્ષ પર કટાક્ષ
સાતમાં તબક્કામાં સૌથી વધુ ચર્ચામાં રહેલી બેઠક વારાણસી કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં હતા. તે બેઠક પર 54.58 ટકા મતદાન થયું છે. જ્યારે ઉત્તર પ્રદેશની 13 બેઠકો પર આજે મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક પર રાજ્યનું સૌથી વધુ મતદાન 76.56 ટકા નોંધાયું હતુ. જ્યારે કોલકાતા ઉત્તરમાં 59.23 ટકા અને કોલકાતા દક્ષિણમાં 60.88 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કોલકાતા ઉત્તરનું મતદાન સૌથી ઓછું મતદાન છે.