નાણા મંત્રાલયનું સરનામું બદલાશે, કારણ શું? | મુંબઈ સમાચાર
નેશનલ

નાણા મંત્રાલયનું સરનામું બદલાશે, કારણ શું?

નાણામંત્રલાય ટૂંક સમયમાં પોતાની નવી ઓફિસ સેન્ટ્રલ સેક્રેટેરિયેટ (CCS-1) ભવનમાં નવું કાર્યાલય શરૂ કરશે. હાલ નાણામંત્રલયની ઓફીસ નોર્થ બ્લોકમાં ચાલી રહી છે. આ ઉપરાંત, કેન્દ્રીય બજેટનું પ્રિન્ટ કરતા પ્રેસ પણ નવા પરિસરમાં આધુનિક અને હળવી મશીનરી સાથે સ્થળાંતરીત કરવામાં આવશે. આ નિર્ણય સેન્ટ્રલ વિસ્ટા યોજનાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. જેનો હેતુ સરકારી કાર્યાલયોને આધુનિક ઈમારતોમાં ખસેડવાનો છે. આ ફેરફારથી વધુ કાર્યક્ષમ અને આધુનિક કાર્ય વાતાવરણ ઊભું થશે.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, નાણા મંત્રાલયનું કાર્યાલય CCC-1 ભવનના ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ પર સ્થળાતર કરવામાં આવશે, જ્યારે બજેટ પ્રેસ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવશે. આ નવા ભવનની કામગીરી ઓક્ટોબર 2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, જે વિત્ત મંત્રાલયની કામગીરીને વધુ સરળ બનાવશે.

બજેટ પ્રેસના સ્થળાંતરને કારણે બજેટ દસ્તાવેજોની છપાઈ માટે આધુનિક પ્રિન્ટિંગ સુવિધાઓની જરૂર પડી છે. આ માટે વિત્ત મંત્રાલયે 2 સપ્ટેમ્બરે 10 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે ડિજિટલ પ્રોડક્શન પ્રિન્ટર માટે ટેન્ડર જાહેર કર્યું હતું. અગાઉ કમ્પ્યુટર-ટુ-પ્લેટ સિસ્ટમ અને સિંગલ-કલર વેબ ઓફસેટ મશીનનો ઉપયોગ થવાનુ હતુ, પરંતુ નવા પરિસરની ઊંચાઈ (16.4 ફૂટ) અને ફ્લોરની વજન સહન કરવાની ક્ષમતાની મર્યાદાઓને કારણે આ યોજના બદલવામાં આવ્યો છે. હવે હાઈ-સ્પીડ ડિજિટલ પ્રિન્ટિંગ સિસ્ટમ અને ઈન્કજેટ વેબ પ્રેસનો ઉપયોગ થશે.

ટેકનિકલ સમિતિના નિરીક્ષણ બાદ જાણવા મળ્યું કે CCS-1 ભવનનો ગ્રાઉન્ડ ફ્લોર ભારે મશીનો જેવા કે પેપર-કટર અને ટ્રિમર માટે યોગ્ય નથી, કારણ કે તેની ફ્લોરની વજન સહન ક્ષમતા અપૂરતી છે. ઉપરાંત, હાઈ-સ્પીડ વેબ ઓફસેટ મશીનો માટે જરૂરી 18 ફૂટની ઊંચાઈની સરખામણીમાં ભવનની ઊંચાઈ માત્ર 16.4 ફૂટ છે. આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને ટેકનિકલ સમિતિએ ડિજિટલ પ્રિન્ટિંગ સિસ્ટમ પર સ્થળાતર કરવાનો નિર્ણય લીધો, જે નવા પરિસરની રચના અને જગ્યાની મર્યાદાઓને અનુકૂળ છે.

સેન્ટ્રલ વિસ્ટા યોજના હેઠળ નોર્થ અને સાઉથ બ્લોકને સંગ્રહાલયોમાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે શાસ્ત્રી ભવન, નિર્માણ ભવન, કૃષિ ભવન અને ઉદ્યોગ ભવન જેવી જૂની ઇમારતો તોડીને 10 નવા સેન્ટ્રલ વિસ્ટા ભવનો બનાવવામાં આવશે. CCS-3 ભવનનું ઉદ્ઘાટન ઓગસ્ટમાં થયું હતું અને તેનું નામ કર્તવ્ય ભવન-3 રાખવામાં આવ્યું છે. CCS-1 ભવન ઓક્ટોબર 2025 સુધીમાં તૈયાર થશે, જ્યારે CCS-2 નું બાંધકામ હજુ ચાલુ છે. ગૃહ મંત્રાલય, કાર્મિક મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને MSME મંત્રાલય પહેલેથી જ કર્તવ્ય ભવન-3માં સ્થળાંતરિત થઈ ચૂક્યા છે.

આપણ વાંચો:  NPCIના નવા નિયમો આજથી લાગુ, UPIથી સરળતાથી કરી શકશો મોટા ટ્રાન્ઝેક્શન…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button