Chaos at Dhirendra Shastri's Program in Thane

થાણેમાં Bageshwar Dham ના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં ભાગદોડ જેવી સ્થિતિ, જુઓ વિડીયો

થાણે : બાગેશ્વર ધામના(Bageshwar Dham)પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના થાણેના માનકોલી નાકા ખાતે કાર્યક્રમ દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કાર્યક્રમના વિડીયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ અંગે મળતી માહિતી મુજબ, બાગેશ્વર ધામ મહારાજે કહ્યું કે તેઓ ભક્તોને ભભૂતિનું વિતરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે લોકો ભભૂતિ લેવા તેમની તરફ દોડયા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે પહેલા મહિલાઓ અને પછી પુરૂષોએ એક પછી એક સ્ટેજ પર આવવું જોઈએ. જ્યારે ભક્તો એક સાથે સ્ટેજ પર ચઢવા લાગ્યા જેના કારણે ભીડ કાબૂ બહાર થઈ ગઈ. જેના લીધે ચારેબાજુ બૂમાબૂમ શરૂ થઈ હતી.

પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો જ્યારે સ્ટેજ પાસે ઉભેલા સિક્યુરિટી ગાર્ડે લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેની બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સ્ટેજ પરથી ઉભા થયા અને ચાલ્યા ગયા. મળતી માહિતી મુજબ ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈક રીતે મહિલાઓને ભીડમાંથી હટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અરાજકતાને કારણે ઘણા લોકોની હાલત પણ ખરાબ થવા લાગી હતી. જો કે કોઈને ઈજા થવાના સમાચાર નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભિવંડીના માનકોલી બ્લોક પાસે ઈન્ડિયન ઓઈલ કંપનીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Also read: હિંદુઓ એક્તા દર્શાવશે તો…. જાણો શું બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી

તેમના કાર્યક્રમોમાં ભારે ભીડ જોવા ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આશ્રમ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં છે. અહીં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પહોંચે છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અહીં દરબાર ભરે છે અને લોકોની સમસ્યાઓ ઉકેલવાનો દાવો કરે છે. તે લોકોને કહેતા પહેલા જ કાગળની કાપલી પર લોકો વિશે બધું લખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. તેથી જ્યાં પણ તેમના કાર્યક્રમો યોજાય છે ત્યાં ભારે ભીડ જોવા મળે છે.

Back to top button