ટોપ ન્યૂઝનેશનલ

Jammu Kashmir માં આતંકીઓનો આર્મી કેમ્પ પર હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

રાજૌરી : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir)રાજૌરીના ગુંધા ખવાસ વિસ્તારમાં આતંકવાદીઓએ નવા આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. સોમવારે સવારે આતંકવાદીઓએ અચાનક કેમ્પ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સેનાએ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું. મળતી માહિતી મુજબ બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્ટવાલે કહ્યું કે, આતંકવાદીઓએ રાજૌરીના એક દૂરના ગામમાં નવા આર્મી કેમ્પ પર મોટો હુમલો કર્યો છે.

4 વાગે કેટલાક આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો

મળતી માહિતી મુજબ, સવારે લગભગ 4 વાગે કેટલાક આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. બંને તરફથી ફાયરિંગ બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આસપાસના જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકી હુમલામાં વધારો થયો છે. દરરોજ આતંકવાદીઓ સેનાના કાફલા અથવા કેમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કરે છે.

જમ્મુ-કાશ્મીરમાં 500 પેરા કમાન્ડોને પણ તૈનાત

સેનાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. તાજેતરમાં સેનાએ 3 હજાર વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 500 પેરા કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ હુમલામાં કેટલાક જવાનો ઘાયલ થયાના સમાચાર છે. સેના અને પોલીસે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલામાં કેટલા આતંકવાદીઓ સામેલ હતા તે હાલમાં જાણી શકાયું નથી.

એક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 12 જવાનો શહીદ

આ આર્મી કેમ્પ તાજેતરમાં બનાવવામાં આવ્યો છે. સતર્ક સેનાના જવાનોએ આતંકીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. છેલ્લા એક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 12 જવાનો શહીદ થયા છે. આ સિવાય 9 નાગરિકોના પણ મોત થયા છે. જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠનોએ તેમના નવા સંગઠનો બનાવ્યા છે જેના નામ છે કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ અને કાશ્મીર ટાઈગર્સ. નવા નામો સાથે હુમલાની જવાબદારી લઈને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો પણ તપાસને પ્રભાવિત કરવા માંગે છે.

બે આતંકીઓ પણ માર્યા ગયા હતા

9 જુલાઈના રોજ આતંકવાદીઓ કેરળ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો. જેમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન અને એક અધિકારી શહીદ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button