નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું, સર્ચ ઓપરેશન શરુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદીઓએ ફરી એક વાર નાપાક ઘટનાને અંજામ આપ્યો છે, અનંતનાગ જિલ્લાના કોકરનાગના શાંગાસ વિસ્તારમાં આતંકવાદીઓ (Terrorists)એ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું હતું, અહેવાલ મુજબ એક જવાન કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક જવાન હજુ પણ ગુમ છે. સેના ગુમ થયેલા જવાનની શોધ કરી રહી છે.

અહેવાલ મુજબ આતંકવાદીઓએ ટેરિટોરિયલ આર્મીના જવાનનું અપહરણ કર્યું છે. ગઈકાલે 8 ઓક્ટોબર 2024ના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા હતા, એ જ દિવસે આ ઘટના બની હતી.

અહેવાલ મુજબ મંગળવારે અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના શાંગુસમાંથી બે સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જો કે, તેમાંથી એક ભાગી જવામાં આપવામાં સફળ રહ્યો હતો. અપહરણની માહિતી બાદ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોએ આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ભારતીય સેનાએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

થયો હતો. જો કે ટે બચવામાં સફળ રહ્યો હતો. આતંકવાદીઓ તેનું અપહરણ કરવા માટે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button