
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જીલ્લામાં ભારતીય સેના પર આતંકવાદી હુમલાના અહેવાલો (Terrorist attack in Jammu and Kashmir) મળી રહ્યા છે. અહેવાલ મુજબ સેનાના વાહન પર આતંકવાદીઓએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અહેવાલ મુજબ સુંદરબની વિસ્તારમાં સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે બપોરે 1 વાગ્યાની આસપાસ આ હુમલો થયો હતો. જોકે, સેનાએ હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
Also read : Telangana Tunnel collapse: 11 એજન્સીઓ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે, ડ્રોન અને સોનારનો પણ ઉપયોગ…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોળીબાર બાદ સેનાનું વાહન ખીણમાં પડ્યું છે. આ પછી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
આતંકવાદીઓ નાસી છૂટ્યા:
સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુના રોજારીના સુંદરબની સેક્ટરમાં બપોરે લગભગ 12.45 વાગ્યે સેનાના વાહન પર ગોળીબાર થયો હતો. આ ઘટનાને અંજામ આપ્યા પછી આતંકવાદીઓ તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતાં. આતંકવાદીઓને શોધવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે જાનહાનિના કોઈ સમાચાર નથી.
Also read : Pakistan ની જેલમાં બંધ ભારતીય માછીમારોની દયનીય સ્થિતિ, પત્રમાં ઠાલવી વ્યથા
નોંધનીય છે ક જમ્મુનો સુંદરબની વિસ્તાર LoC ની નજીક આવેલો છે. હાલ સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.