ટોપ ન્યૂઝનેશનલ

ટેરર અને ટ્રેડ એક સાથે થઈ ના શકેઃ PM મોદીનો સ્પષ્ટ સંદેશ

પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે મુદ્દે વાત થશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દસમી મેના યુદ્ધવિરામ પછીના બે દિવસ પછી આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધીને દુશ્મન દેશના સ્પષ્ટ સંદેશ આપ્યો કે ટેરર ઔર ટોક એકસાથે ક્યારેય ચલાવી લેશે નહીં. એટલું જ નહીં, ખૂન ઔર પાણી પણ એક સાથે વહી શકશે નહીં. વડા પ્રધાન મોદીએ આ મેસેજ આપીને પાકિસ્તાનની બેવડી નીતિઓ પર પણ મોટો પ્રહાર કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાન સામે ભારતના એક્શન ફક્ત સ્થગિત કરવામાં આવ્યા છે. સૌથી પહેલા ભારતીય સેના, સશસ્ત્ર દળો, આપણી ગુપ્તચર એજન્સી, વૈજ્ઞાનિકોને દરેક ભારતવાસી વતીથી સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરને નિર્ધારિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે બહાદુરીપૂર્વકનું પ્રદર્શન કર્યું છે. તેમની વીરતા, સાહસ અને પરાક્રમને આજે દેશની દરેક માતા, બહેન અને દીકરીને સમર્પિત કરું છું. આતંકવાદી હુમલા પછી દેશવાસીઓ અને તમામ રાજકીય પક્ષો એક સૂરમાં આતંકવાદીઓની સામે કાર્યવાહી માટે એકસાથે ઊભા હતા. અમે આતંકવાદીઓના સફાયા માટે સેનાને છૂટ આપી હતી અને આજે આતંકવાદી સંગઠનો સમજી ગયા છે કે અમારી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું મળે છે.

આ પણ વાંચો: PM મોદીનું સંબોધનઃ જો ભારત પર આતંકવાદી હુમલો થયો તો જડબાતોડ જવાબ મળશે

ભારત પરમાણુ હુમલાની ધમકીને સહન કરશે નહીં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાનની અપીલને ધ્યાનમાં રાખીને ભારતે યુદ્ધવિરામ કર્યું છે અને ભારતે લશ્કરી કાર્યવાહી રોકી છે, પરંતુ પાકિસ્તાનની હરકતોને જોયા પછી આગામી કાર્યવાહી કરવી કે નહીં એ નક્કી કરીશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ વિરોધની લડાઈમાં ઓપરેશન સિંદૂરે સફળતા હાંસલ કરી છે, પણ જો ભવિષ્યમાં કોઈ હુમલો થશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. એના પછી ભારત પોતાની રીતે અને પોતાની શરતોને આધારે જવાબ આપશે. એટલું જ નહીં, ભારત કોઈ પણ અણુ હુમલાની ધમકીને પણ સહન કરશે નહીં. ઉપરાંત, પીએમ મોદીએ ત્રીજી વાત એ કરી કે આતંકવાદીઓના આકાઓને અલગ અલગ રીતે જોઈશું નહીં, પરંતુ તેમની સામે નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે.

આતંકવાદીઓના આકાઓને પણ પીએમ મોદીએ શું આપી ચેતવણી જાણો

  • દુનિયાએ જોયું છે કે પાકિસ્તાનની મિસાઈલ, ડ્રોન એક તણખાના માફક વિખરાઈ જતા હતા, પરંતુ ભારતે પાકિસ્તાન પર સટિકતાથી હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનના એરબેઝને નુકસાન થયું હતું, જેના પર પાકિસ્તાનને બહુ ઘમંડ હતો.
  • ભારતે બે દિવસમાં પાકિસ્તાનને એટલું તબાહ કર્યું તેનો અંદાજ નહોતો, તેથી તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતું હતું. દુનિયાભરમાં તણાવ ઘટાડવા માટે અરજ કરતું હતું અને દસમી મેના પાકિસ્તાની સેનાએ અમારા ડીજીએમઓનો સંપર્ક કર્યો હતો, ત્યાં સુધી ભારત આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો બોલાવી દીધો હતો.
  • આતંકવાદીઓએ બહેનોના પતિને માર્યા તો અમે આતંકવાદીઓના હેડ ક્વાર્ટરનો સફાયો બોલાવ્યો હતો. પાકિસ્તાન પર ભારતના એટેકને કારણે પાકિસ્તાનની ઈમારતો જ નહીં, પરંતુ તેમના ડરનો માહોલ ઊભો કર્યો હતો.
  • સેનાએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોના ઠેકાણા પર સટિક હુમલો કર્યો હતો. કોઈ વિચાર્યું નહોતું કે આવો હુમલો કરશે. ભારતને ન્યુક્લિયર વેપન્સથી ડરાવી શકશે નહીં. અમે આતંકવાદીઓ મુદ્દે વાત કરતા રહીશું. યુદ્ધના મેદાનમાં ભારતે હંમેશાં પાકિસ્તાનને ધૂળ ચટાડી છે, જ્યારે ઓપરેશન સિંદૂરે પણ એ જ પુરવાર કર્યું.
  • પાકિસ્તાની સેના, પાકિસ્તાન સરકાર એક વાત સમજી લે ટેરર ઔર ટોક એકસાથે નહીં થાય. ભારતનો મત એકદમ સ્પષ્ટ છે કે ટેરર ઔર ટોક એકસાથે નહીં થાય, જ્યારે ટ્રેડ અને ટેરર પણ એકસાથે ચાલી નહીં શકે.
  • પાકિસ્તાનની સાથે પીએમ મોદીએ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્ય હતો કે પાકિસ્તાન સાથે ફક્ત ટેરર અને પીઓકે મુદ્દે થશે વાત. ઓપરેશન સિંદૂર વખતે દુનિયાએ પાકિસ્તાનની નફ્ટ્ટાઈ જોઈ હતી કે આતંકવાદીઓના જનાજામાં સેનાના મોટા અધિકારીઓ પહોંચ્યા હતા. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતની ત્રણેય પાંખ સતર્ક છે. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પછી હવે ભારતની ઓપરેશન સિંદૂર આતંકવાદીઓની સામે ભારતની નીતિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button