નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

શરૂ થવા જઈ રહ્યો છે ભયાનક સમય, બચવા કરી લો આટલા ઉપાયો…

જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલી માહિતી અનુસાર પંચક એક એવો સમયગાળો છે કે જેમાં કોઈ પણ પ્રકારના મંગળ કાર્ય કરવામાં આવતા નથી, નહીંતર આ કાર્યના શુભ પરિણામો પ્રાપ્ત થતા નથી. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવુ જરૂરી છે, જેને કારણે આ અશુભ માનવામાં આવતા સમયગાળાની લોકો પર કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર નથી જોવા મળતી.

આવતીકાલથી શરૂ થઈ રહેલા નવા ફેબ્રુઆરી મહિનામાં પંચકની શરૂઆત 10મી ફેબ્રુઆરી, શનિવારના દિવસે સવારે 10.02 મિનિટે થઈ રહી છે. આ પંચક કાળ 14મી ફેબ્રુઆરી બુધવારના દિવસે સવારે 10.44 મિનિટ પર સમાપ્ત થઈ રહ્યો છે.


સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આખરે આ પંચક કાળ છે શું… દર મહિનાના અમુક એવા ખાસ દિવસ હોય છે કે જ્યારે કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પંચક હકીકતમાં તો એક અશુભ નક્ષત્રોનો યોગ હોય છે.


જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે પંચકનો સમયગાળો શનિવારથી શરૂ થાય એવી પરિસ્થિતીમાં તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેને કારણે એને મૃત્યુ પંચકના નામથી ઓળખવામાં આવે છે. દરમિયાન જાન્યુઆરી મહિનાની જેમ આવતીકાલથી શરૂ થઈ રહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ મૃત્યુ પંચક લાગવા જઈ રહ્યું છે.


મુંબઈના એક જાણીતા જ્યોતિષી દ્વારા આ પંચકના દોષમાંથી બચવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ચાલો જોઈએ શું છે આ ઉપાયો…


પંચક દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ જેવા શુભ કાર્યો કરવાથી બચવુ જોઈએ. આ સાથે જ પંચક દરમિયાન લેવડ-દેવડ કે કરાર કરવા પણ અશુભ માનવામાં આવે છે. આવુ કરવાથી વ્યક્તિને ધનની હાનિ વેઠવી પડી શકે છે. વ્યક્તિએ પંચકના સમયગાળામાં દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.


જો કોઈ કારણસર આ દિશામાં મુસાફરી કરવી પણ પડે તો એવામાં યાત્રા શરૂ કર્યા પહેલા અમુક પગલા પાછળ વળીને અને પછી દક્ષિણ દિશામાં યાત્રા શરૂ કરો. આ સાથે જ પંચક દરમિયાન ખાટલો બનાવવાની તેમ જ ધાબુ ભરાવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે કારણ કે આવું કરવાથી વ્યક્તિને ધન હાનિ કે ગૃહ ક્લેશ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button