શ્રીનગર: હંમેશાં વિવાદોથી ઘેરાયેલા કાશ્મીરમાં એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થતાં ફરી વિવાદ સર્જાયો છે. એનઆઇટી કાશ્મીરના પરિસરમાં વિરોધ પ્રદર્શનને કારણે પ્રશાસન દ્વારા સેમિસ્ટર પરીક્ષાઓ વચ્ચે શિયાળાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા અનેક દિવસોથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડતા મેસજ અને પોસ્ટને લઈને એનઆઇટી શ્રીનગરના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ વિવાદ વધુ વકરે નહીં તેના માટે રજાઓ જાહેર કરી છે અને વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
કાશ્મીર એનઆઈટીના એક અધિકારીએ જણાવ્યુ હતું કે કેમ્પસની બહારના એક સ્થાનિક વિદ્યાર્થીએ કરેલી પોસ્ટને લઈને અહીંના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને લીધે અનેક દિવસોથી અહીં અભ્યાસક્રમને બંધ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ પર અહીં ભણતા અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બુધવારે કાશ્મીરના ઇસ્લામિયા કોલેજ અને અમરસિંહ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસની બહારના વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાની માંગણી કરી હતી.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડતી પોસ્ટ કરનાર વિદ્યાર્થીને ઘરે મોકલી દેવામાં આવ્યો છે અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ નિગીન વિસ્તારમાં એનઆઇટી કેમ્પસના બંને ગેટને બંધ કરી ભડકાઉ નારા લગાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ વિવાદ આસપાસની કોલેજોમાં પણ વધ્યો હોવાનું કહેવાય છે. વિરોધ વધતાં બંને કોલેજ પ્રશાસન દ્વારા સિલેબસને બંધ કરવામાં આવ્યો છે.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડતી પોસ્ટ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિસ્તારમાં શાંતિ બની રહે તે માટે પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની હિંસા ભડકાવતી પોસ્ટ મેસજ કે વિડિયો શેર કે પોસ્ટ કરનાર સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. કાશ્મીર આ મામલે રાજકીય પક્ષોએ પણ પ્રતિક્રિયા આપી છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ પણ આ મામલે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો.
કાશ્મીરના આ એનઆઇટી 2016માં ટી20 વર્લ્ડ કપમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે હારી જતાં અહીંના વિદ્યાર્થીઓએ તેની ઉજવણી કરી હતી, ત્યારબાદ વિવાદ સર્જાયો હતો, પણ હવે આ પોસ્ટને લીધે કોઈ પણ હિંસા ન સર્જાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને