બંગાળમાં ભાજપના સાંસદે આશ્રમમાં ઘૂસીને સાધુને માર માર્યો! વિસ્તારમાં તણાવ
કોલકાતા: પશ્ચિમ બંગાળના કૂચ બિહાર(Kuch Bihar)ના ભાજપના રાજ્યસભા સાંસદ અનંત મહારાજ (Anant Maharaj) પર ગંભીર આરોપ લાગ્યા છે. અહેવાલ મુજબ અનંત મહારાજ પર આરોપ છે કે તેમણે આશ્રમમાં ઘૂસીને એક સાધુ સાથે મારપીટ કરી હતી. આ ઘટનાની જાણકારી લોકો સુધી પહોંચતા ટોળા એકઠા થઇ ગયા હતાં, સીતાઈ વિસ્તારમાં તણાવનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોએ રસ્તા પર ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
| Also Read: Diwali Bonus : કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે જાહેર કર્યું દિવાળી બોનસ, આટલા દિવસનું બોનસ મળશે
પ્રદર્શન કરી રહેલા ગ્રામજનોની માંગ છે કે જ્યાં સુધી સાંસદ અનંત મહારાજની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ બંધ નહીં કરે.
ભાજપના સાંસદ પર આરોપ છે કે અનંત મહારાજ રવિવારે સાંજે સીતાઈમાં રામકૃષ્ણ વિવેકાનંદ સેવા આશ્રમમાં પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમનો આશ્રમના સાધુ વિજ્ઞાનાનંદ તીર્થ મહારાજ સાથે ધાર્મિક ચર્ચાને બાબતે ઝઘડો થયો, આરોપ છે કે અનંત મહારાજે સાધુને ધક્કો માર્યો અને માર પણ માર્યો. આ દરમિયાન અનંત મહારાજના ઘણા સહયોગીઓ પણ હાજર હતા.
અનંત મહારાજ સાધુને માર મારીને આશ્રમ છોડી દીધો હતો. જ્યારે ગ્રામજનોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે લોકોએ સીતાઈ-માથાભંગા સ્ટેટ હાઈવેને બ્લોક કરીને વિરોધ શરુ કર્યો અને અનંત મહારાજની ધરપકડની માંગ કરી. સીતાઈ પોલીસ સ્ટેશનની ટીમે દેખાવકારો સાથે વાત કરીને મામલો શાંત પાડ્યો હતો.
ટીએમસીના નેતા ઉદયન ગુહાએ આ ઘટનાની સખત નિંદા કરી અને પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું.
| Also Read: Good News : સસ્તી થઇ હવાઈ મુસાફરી, તહેવારોમાં Airfare માં થયો મોટો ઘટાડો
ભાજપના સાંસદ અનંત મહારાજે આ આરોપો સામે સ્પષ્ટતા આપતા કહ્યું કે મારામારીની કોઈ ઘટના બની નથી. તેણે કહ્યું કે જ્યારે તેઓ આશ્રમમાં મહારાજનું નામ, ઓળખ અને શૈક્ષણિક લાયકાતો પૂછવા ગયા તો તેમણે ગુસ્સામાં માહિતી આપવાની ના પાડી. સાંસદે સામે આરોપ લગાવ્યો કે બાદમાં સાધુએ કેટલાક સ્થાનિક ગ્રામજનોને ગેરમાર્ગે દોર્યા હતા, જેના કારણે હોબાળો થયો.