આ નેતાઓ અંગે વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે મૈસુરમાં તણાવ; યુવકની ધરપકડ…

મૈસુર: કર્ણાટકના મૈસુરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તંગદિલી ભર્યો માહોલ ઉભો (Unrest in Mysuru) થયો છે. એક શખ્સે સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનો એક એડિટ કરેલો ફોટો વાંધાજનક કમેન્ટ સાથે પોસ્ટ કર્યો હતો, ત્યાર બાદ શહેરમાં તણાવનો માહોલ સર્જાયો છે. આ કેસમાં પોલીસે કલ્યાણગીરી વિસ્તારના યુવકની ધરપકડ કરી છે.
Also read : મણિપુરમાં પોલીસ ચોકીમાંથી લૂંટાયેલા નવમાંથી આઠ હથિયારો જપ્ત…
અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં કેટલાક અન્ય નેતાઓ વિરુદ્ધ પણ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં, એક ચોક્કસ સમુદાયના યુવાનોનું એક જૂથ શહેરના ઉદયગીરી પોલીસ સ્ટેશન પહોંચ્યું અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી.
પોલીસનો લાઠી ચાર્જ:
પોલીસ સ્ટેશન પહોંચેલા યુવકોની પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું. ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ત્યાં વધારાના પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ સુરેશ અન્ના તરીકે થઈ છે. ઉદયગીરીમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા કડક કરવામાં આવી છે.
Also read : માનો યા ના માનોઃ દિલ્હીના સીએમ માટે હવે આ નામ આગળ આવ્યું, જાણો કોણ છે?
AAP-કોંગ્રેસ યુઝર્સના નિશાના પર:
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાર બાદ સોશિયલ મીડિયા પર મીમ્સ વાઇરલ થઇ રહ્યા છે અને લોકો બંને પક્ષો સામે કમેન્ટ્સ કરવામાં આવી રહી છે. બીજી તરફ, મિલ્કીપુર પેટાચૂંટણીમાં સપાની હાર બાદ, સોશિયલ મીડિયા યુઝર્સ પણ અખિલેશ યાદવને પણ નિશાન બનાવી રહ્યા છે. જો કે મૈસુરના એક યુવકે સોશિયલ મીડિયા પર આ ત્રણેય પક્ષોના નેતાઓ માટે વાંધાજનક શબ્દો લખ્યા, જેના પછી મામલો ગરમાયો છે.