કોલિંગ અને ઇન્ટરનેટ અચાનક ઠપ! આ ટેલિકોમ કંપનીનું નેટવર્ક ડાઉન...
નેશનલ

કોલિંગ અને ઇન્ટરનેટ અચાનક ઠપ! આ ટેલિકોમ કંપનીનું નેટવર્ક ડાઉન…

મુંબઈ: આજે દેશમાં હજારો લોકોમાં ફોનમાંથી નેટવર્ક ગાયબ થઇ ગયું હતું. અહેવાલ મુજબ આજે એરટેલનું નેટવર્ક ફરીથી ડાઉન થઈ ગયું છે. ખાસ કરીને મોટા શહેરોના યુઝર્સને વધુ તકલીફ (Airtel Network down) પડી હતી.

ટેક ક્રેશને પર નજર રાખતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર(Down Detector)ના જણાવ્યા અનુસાર, બપોરે 12:15 વાગ્યે એરટેલ નેટવર્કમાં આઉટેજ અંગે સૌથી વધુ ફરિયાદો નોંધાઈ હતી. અહેવાલ મુજબ ક્રેશ અંગે 7,109 ફરિયાદો નોંધાઈ હતી.

ડાઉન ડિટેક્ટરના મેપ મુજબ બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને કેટલાક અન્ય મોટા શહેરોમાં આઉટેજની સૌથી વધુ ફરિયાદ નોંધાઈ હતી.

ડાઉનડિટેક્ટર પરના ડેટા મુજબ, 52% એરટેલ યુઝર્સને કોલિંગમાં સમસ્યા થઇ હતી, જ્યારે 32% યુઝર્સને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં તકલીફ પડી હતી. 17% યુઝર્સના ફોનમાંથી નેટવર્કને સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું.

એરટેલ કેર્સના જણાવ્યા અનુસાર, આ એક કામચલાઉ સમસ્યા હતી. કંપનીએ જણાવ્યું હતું કે સમસ્યાનો એક કલાકમાં ઉકેલ આવી જશે. એરટેલ કેર્સે જણાવ્યું, “અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

કામચલાઉ કનેક્ટિવિટી વિક્ષેપને કારણે તમને સમસ્યા થઇ રહી છે. તેનો ઉકેલ 1 કલાકમાં આવી જાય એવી આશા છે. સર્વિસ રીસ્ટોર થયા બાદ તમારા મોબાઇલ ફોનને રીસ્ટાર્ટ કરો. આભાર,”

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આઉટેજ અંગે રોષ ઠાલવી રહ્યા છે. 18 ઓગસ્ટના રોજ ભારતમાં કેટલાક મોબાઇલ નેટવર્કના યુઝર્સને આઉટેજ અંગે ફરિયાદો નોંધાવી હતી. એ સમયે એરટેલ ઉપરાંત જિયો અને વોડાફોન-આઇડિયા યુઝર્સને પણ અસર થઇ હતી.

આ પણ વાંચો…ભારતમાં સ્ટારલિંકને લીલી ઝંડી: હવે સેટેલાઇટ ઇન્ટરનેટ અને નેટવર્ક વગર પણ કોલિંગ શક્ય!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button