તેલંગાણામાં સ્થાનિક સંસ્થાઓમાં 42 ટકા BCઅનામત મુદ્દે બંધ દરમિયાન હિંસા | મુંબઈ સમાચાર
નેશનલ

તેલંગાણામાં સ્થાનિક સંસ્થાઓમાં 42 ટકા BCઅનામત મુદ્દે બંધ દરમિયાન હિંસા

હૈદરાબાદ : તેલંગાણામાં પછાત વર્ગ અનામત મુદ્દો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમાં આ મુદ્દે આજે રાજ્ય વ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શન સ્થાનિક સંસ્થાઓમાં પછાત વર્ગને 42 ટકા અનામત આપવા માટે કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દાને સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને વિપક્ષ બીઆરએસ તથા ભાજપ પણ સમર્થન આપી રહ્યું છે. જેમાં વિરોધ પ્રદર્શનમાં અનેક સ્થળોએ હિંસા થઈ હોવાની માહિતી સાંપડી છે.

તમામ ક્ષેત્રોને સહયોગ આપવા વિનંતી

આ સમિતિના પ્રમુખ અને ભાજપ ના રાજ્યસભા સાંસદ આર. કૃષ્ણૈયાએ પહેલાથી જ તમામ રાજકીય પક્ષો અને નાગરિક સમાજ સંગઠનોને બંધને ટેકો આપવા અપીલ કરી હતી. આ બંધ દરમિયાન આવશ્યક સેવાઓ પૂરી પાડતા ક્ષેત્રો સિવાય તમામ ક્ષેત્રોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.

રાજય સરકારના આદેશ પર હાઈકોર્ટનો સ્ટે

ઉલ્લેખનીય છે કે, 9 ઓક્ટોબરના રોજ તેલંગાણા હાઈકોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પછાત વર્ગ ને 42 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. જેના આ વિરોધના ભાગ રૂપે વિવિધ રાજકીય પક્ષો અને પછાત વર્ગ સંગઠનોના નેતાઓ તેલંગાણા બસ ડેપોની બહાર ધરણા કરી રહ્યા છે. તેમજ બસોને રોકવામાં આવી રહી છે.

બીઆરએસ નેતા કે. કવિતાએ પણ ધરણા કર્યા

તેલંગાણા જાગૃતિના સ્થાપક અને બીઆરએસ નેતા કે. કવિતાએ પણ ધરણા કર્યા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે સરકાર અનામતના પક્ષમાં કોર્ટને મનાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ હોય કે ભાજપ, પછાત વર્ગને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. સ્થાનિક ચૂંટણીઓ ન થાય તો કોઈ ફેર નથી પડતો. પહેલા પછાત વર્ગો માટે અનામત સુનિશ્ચિત કરો.

આ પણ વાંચો…છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવાની સીઆરપીએફનું આયોજન

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button