હૈદરાબાદ : દેશમાં છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ, શાળાઓ અને હોસ્પિટલોને બોમ્બથી(Bomb) ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. ત્યારે હવે તેલંગાણાના(Telangana) ડેપ્યુટી સીએમ મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાના સત્તાવાર નિવાસસ્થાન જ્યોતિરાવ ફૂલે પ્રજા ભવનમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જણાવ્યું હતું કે પ્રજા ભવનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. જે ગમે ત્યારે ફાટી શકે છે.જ્યોતિરાવ ફૂલે પ્રજા ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઆ માહિતી મળતા જ પોલીસની અલગ અલગ ટીમોએ બેગમપેટ વિસ્તારમાં પ્રજા ભવનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
બૃહદ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) ના બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિતની વિશેષ પોલીસ ટીમોને એક્શનમાં આવી હતી. જો કે, પોલીસને તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. હાલ તપાસ ચાલી રહી છે.અગાઉ તે મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન હતુંભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) સત્તામાં હતી ત્યારે નવેમ્બર સુધી પ્રજા ભવન તેલંગાણાના મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન હતું. કોંગ્રેસ સત્તામાં આવ્યા પછી આ બિલ્ડિંગ ડેપ્યુટી સીએમ મલ્લુ ભટ્ટી વિક્રમાર્કનું સત્તાવાર નિવાસસ્થાન બની ગયું.
કોંગ્રેસ સરકાર પણ સંકુલના એક ભાગનો ઉપયોગ લોકોની અરજીઓ લેવા માટે કરી રહી છે.આ ઘટના પર રાજ્ય મંત્રી સીથક્કાની પ્રતિક્રિયારાજ્યના મંત્રી સીથક્કાએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ઘણા લોકો પોતાની સમસ્યાઓ અંગે અરજીઓ લઈને પ્રજા ભવન આવે છે. દરેકને પરિસરમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી રહી છે. તેઓ કોઈ પર શંકા કરતા નથી.
Also Read –