ગુજરાતની OBC યાદીમાં મુસ્લિમો જાતિઓના નામ સાથે તેજસ્વી યાદવે પીએમ મોદી પર ઉઠાવ્યા સવાલ
પટના : બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે (Tejashwi Yadav) ગુજરાતના(Gujarat) અન્ય પછાત વર્ગ (OBC)ની યાદીમાં સામેલ 25 મુસ્લિમ જાતિઓની યાદી દર્શાવીને મુસ્લિમ અનામતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા છે. સોમવારે સવારે તેજસ્વીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ગુજરાતની OBC યાદીમાં સામેલ 25 મુસ્લિમ જાતિઓની યાદી જાહેર કરી. તેજસ્વીએ પીએમ મોદી અને મીડિયા પર સવાલો ઉઠાવ્યા છે અને તેમના પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત સમયે ભાજપે દેશના સંસાધનો પર મુસ્લિમોના અધિકારને લઈને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જૂના નિવેદનને ટાંકીને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઓબીસી, એસસી અને એસટીના અધિકારો છીનવી લેવાની તૈયારી કરી રહી છે. મુસ્લિમોને અનામત આપવામાં આવી છે.
ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાઓમાં આ મુદ્દે અનેકવાર નિવેદનો આપ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેઓ OBC, SC, STની અનામતમાં કાપ મૂકવા દેશે નહીં અને ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહિ.
બાબાસાહેબ ધર્મના આધારે અનામતની વિરુદ્ધ હતા
પીએમ મોદીએ અનેક સભાઓમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004માં કોંગ્રેસે ધર્મના આધારે આરક્ષણ આપ્યું અને બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરની અવગણના કરી. તેમણે કહ્યું કે આપણું બંધારણ સ્પષ્ટ કહે છે કે ધર્મના આધારે કોઈને અનામત આપવામાં આવશે નહીં. બાબાસાહેબ આંબેડકર પોતે ધર્મના આધારે અનામતની વિરુદ્ધ હતા. પરંતુ કોંગ્રેસે વર્ષો પહેલા ધર્મના આધારે અનામત આપવાનો ખતરનાક ઠરાવ કર્યો હતો. ઠરાવને પરિપૂર્ણ કરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે.
Also Read –