રાઘોપુરની બેઠક પર તેજસ્વી યાદવે સતીશ કુમાર રાયને હરાવ્યાઃ ગઢ બચાવી લીધો પણ

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનનું પ્રદર્શન સાવ નબળું રહ્યું છે, પરંતુ મતગણતરીના અંતે મહાગઠબંધનના આશાસ્પદ એક નેતાનું નસીબ પલટાયું છે.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના યુવા નેતા અને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવ પોતાની પરંપરાગત બેઠક રાઘોપુર પરથ વિજયી થયા છે. ગઢ બચી ગયો છે, પરંતુ મુખ્ય પ્રધાન બનવાનું સપનું તૂટ્યું છે.
આપણ વાચો: બિહાર વિધાનસભાની ચૂંટણીની મતગણતરીને લઈને ચૂંટણી પંચ સજ્જ: જાણો કેવી કરી છે તૈયારી
તેજસ્વી યાદવે ભાજપના નેતાને હરાવ્યા
બિહારની રાધોપુર વિધાનસભા બેઠક પર RJDના તેજસ્વી યાદવનો મુકાબલો ભાજપના સતીશ કુમાર રાય સાથે હતો. જોકે, બંને વચ્ચે ખૂબ રસાકસી થઈ હતી, પરંતુ અંતે તેજસ્વી યાદવનો વિજય થયો છે.
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર તેજસ્વી યાદવને 1.1 લાખ (1,10,000)થી વધુ મત મળ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના સતીશ કુમાર રાયને 1,02,587 મત મળ્યા હતા. તેજસ્વીએ આ બેઠક પર 13,000થી વધુ મતના માર્જિનથી જીત મેળવી છે.
રાઘોપુર વિધાનસભા બેઠક RJD સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવના પરિવારનો ગઢ માનવામાં આવે છે. 1995થી આ બેઠક પર લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી તથા તેજસ્વી યાદવ જીત મેળવતા આવ્યા છે.
આ બેઠક પર યાદવ સમુદાયના મતદારોનું પ્રભુત્વ છે, જે તેને RJD માટે અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે, પરંતુ આ ચૂંટણીમાં મહાગઠબંધનના નબળા પ્રદર્શનને કારણે તેજસ્વી યાદવનું મુખ્ય પ્રધાન બનવાનું સપનું રોળાયું છે.
આપણ વાચો: બિહારમાં ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણીઃ ઈલેક્શન કમિશનરે ચિત્ર ક્લિયર કરી નાખ્યું…
આરજેડીનો વોટ શેર મજબૂત
RJDએ 2010 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન નોંધાવ્યું છે. RJD આ વખતે માત્ર 25 બેઠકો સુધી મર્યાદિત રહેતું હોય તેવું દેખાય છે. RJDએ 2020માં 74 બેઠક જીતી હતી.
બેઠકોમાં થઈ રહેલા આ ઘટાડા છતાં RJD માટે રાહતની વાત એ છે કે તેનો વોટ શેર મજબૂત રહ્યો છે. RJDએ કુલ 22.84 ટકા મત મેળવ્યા છે, જે ભાજપ (1.86 ટકા વધુ) અને JDU (3.97 ટકા વધુ) બંને કરતા વધારે છે. RJD એ 243માંથી 143 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.



